બદલી:મહેસાણામાંથી ચાર PSIની અન્ય જિલ્લામાં બદલી કરાઈ

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીને લઇ સરકારે બદલીઓનો દોર શરૂ કર્યો
  • જૂનાગઢ​​​​​​​, ગીર સોમનાથ, તાપી, સાબરકાંઠા મૂકાયા

આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્ય સરકાર દ્વારા પોલીસબેડામાં બદલીઓનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગુરૂવારના રોજ થયેલી પીએસઆઇઓની બદલીઓમાં મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતાં ચાર પીએસઆઇની અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે.

ગુરુવારના રોજ સરકાર દ્વારા કરાયેલા પીએસઆઇઓની બદલીના ઓર્ડરમાં મહેસાણા જિલ્લામાં ફરજ બજાવી રહેલા પીએસઆઇ કેબી લાલકાને જૂનાગઢ, એસ.કે મહેતાને ગીર સોમનાથ, એસએન સાધુને તાપી, જ્યારે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ બી.એમ પટેલને સાબરકાંઠા જિલ્લામાં બદલી કરીને મૂકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...