મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા સુરજ ગામની સીમમાં ONGCની વેલ ઉપરથી રાત્રી દરમિયાન અજાણ્યા ઇસમો ઓઇલ ચોરી કરવા માટે સાધનો સાથે આવી પહોંચ્યા હતા. રાત્રી દરમિયાન વેલના વાલ્વમાં છેડછાડ કરી પાઇપ લગાવી છ જેટલા બેરલમાં ફ્રુડ ઓઇલ ચોરી કરતા હતા. ત્યારે સર્વેલન્સની ટીમ ચેકિંગ માટે આવી પહોંચતા ગાડીને જોઈને ચાર ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે હાલમાં ઓઇલ ચોરી અંગે કડી પોલીસ મથકમાં અજાણ્યા ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાઇ છે.
ONGC ખાતે એસઆરપી ગૃપ 15 સર્વેલન્સ કોડની ટીમ એસેટમાં પેટ્રોલિંગ કરી ઓઇલચોરી બનતી ઘટનાઓ અટકાવવા માટે રાત્રી દરમિયાન ચેકીંગ પર નીકળ્યા હતા. એ દરમિયાન કડીના સુરજ ગામની સીમમાં આવેલી વેલ નંબર એન કે 226 ઉપર ટીમ ચેકિંગ માટે પહોંચી ત્યારે અંધારાનો લાભ લઈ ત્યાંથી ચાર જેટલા ઈસમો ઓઇલ ચોરી કરતા હતા જે ગાડી ને જોઈએ ભાગી ગયા હતા.
સમગ્ર મામલે ટીમે ત્યાં જઈ તપાસ કરી હતી જ્યાં વેલના વાલ્વમાં ગેરકાયદેસર જોડાણ કરી ચોરો બે બેરલમાં ઓઇલની ચોરી કરતા હતા. તેમજ બાજુના ખેતરમાં પાંચ જેટલા બેરલ ભરેલા હતા. એક બેરલ અને ત્રણ કેરબા ખાલી જોવા મળ્યા હતા. વેલ પર એક છરી અને બેરલ બંધ કરવાનું પાનું પણ મળી આવ્યું હતું.
તપાસ દરમિયાન કુલ 6 બેરલમાં આશરે 1200 ક્રૂડ ઓઇલ લીટર તેમજ કુલ 1350 લીટર ક્રૂડ ઓઇલ મળી જેની કિંમત અંદાજે 33 હજાર 750ની કિંમતનું ઓઇલ ચોરવાની કોશિશ કરવામાં આવી હતી. સમગ્ર મામલે હાલમાં અજાણ્યા ચાર ઈસમો વિરુદ્ધ ફ્રુડ ઓઇલ ચોરી કરવા મામલે કડી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.