સમગ્ર ઘટના CCTVમાં કેદ:નંદાસણ પાસે પેટ્રોલ ભરાવવા આવેલા ચાર શખ્સોએ ફિલર મેનની આંખોમાં મરચાંની ભૂકી નાખી લૂંટ ચલાવી

મહેસાણા18 દિવસ પહેલા
  • ફિલર મેન દોડીને પેટ્રેલ પંપની ઓફિસમાં જતો રહ્યો, લૂંટારૂઓએ પથ્થરથી દરવાજો તોડ્યો
  • રૂપિયા એક લાખથી વધુનીની રોકડ લઇને લૂંટારૂઓ ફરાર

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગઇ રાત્રે પેટ્રોલપંપ પર ચાર જેટલા લૂંટારુઓએ એક લાખથી વધુની લૂંટ ચલાવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઇ છે. પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી મેળવીને આગળની તપાસ હથ ધરી છે.

ગત રાત્રે ત્રણ વાગ્યે ગણેશ પેટ્રોલ પંપ પર બનેલી લૂંટની સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઇ છે. જેમાં જોવા મળે છે કે, એક સિલ્વર કલરના સ્પ્લેન્ડર પ્લસ બાઈક પર સવાર થઈ ત્રણ ઈસમો આવે છે. એક ઈસમ પેટ્રોલ પુરાવ્યાં બાદ 5 રૂપિયાની નોટો ફિલર મેનને આપતો નજરે પડી રહ્યો છે. બાદમાં અન્ય એક લૂંટારું 100ની નોટ આપવા જતા ફિલર મેનની આંખમાં પોતાના પેન્ટના ખીચામાંથી મરચાની ભૂકી નાખે છે. ફિલરની આખોમાં મરચાં નાખતા ફિલર પોતાનો જીવ બચાવવા ઓફિસ તરફ ભાગતો સીસીટીવ ફૂટેજમાં નજરે પડે છે.

આ દરમિયાન અન્ય એક કર્મચારી ઓફિસમાં હાજર હતો. જે બન્ને જણાએ પોતાનો જીવ બચાવવા માટે ઓફિસના દરવાજાને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, લૂંટ કરવા આવેલા ચાર લુટારુએ લાકડાના મોટા ટુકડા અને ઈટોના રોડા વડે ઓફિસનો દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં લૂંટારૂઓ ભેગા મળી મોટા પથ્થરો કાચના દરવાજા ઉપર માર્યા હતા. દરવાજો તૂટી જતા ઓફિસમાં ઘૂસી ચાર લૂંટારૂઓએ પેટ્રોલ પંપના બે કર્મચારીઓને મુઠ માર માર્યો હતો. ત્યારબાદ ઓફિસમાં પહેલા પૈસા ઉઠાવી લુટારુઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે હાલમાં પેટ્રોલ પંપની આસપાસ વિસ્તારોમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ,એસઓજી નંદાસણ પોલીસ સહિતની ટીમો દ્વારા સંઘન તપાસ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...