હુમલો:બેચરાજીના રાતેજમાં પતિને મારવા આવેલા ચાર શખ્સોએ પરિણીતા સાથે ગાળાગાળી કરી બાઇકમાં તોડફોડ કરી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી તાલુકાના રાતેજ ગામે ચાર જેટલા શખ્સો પતિને મારવા ઘરે આવ્યા હતા. જ્યાં પતિ ઘરે ન મળતા તેની પત્ની સાથે ગાળાગાળી કરી બહાર પડેલા બાઇકમાં તોડફોડ કરી નુકશાન પહોંચાડવા મામલે બેચરાજી પોલીસ મથકમાં ચાર સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે.

રાતેજ ગામે રહેતી ઝાલા દિવ્યાબાએ બેચરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, પોતાના ઘરે હાજર હતા એ દરમિયાન ગામમાં રહેતો ઝાલા અદેસંગ હિમંત સિંહ ,ઝાલા રણજીત સિંહ ,ઝાલા સુરભા તેમજ લક્ષ્મીબા રણજીત સિંહ ઝાલા આ ચાર જણા પોતાના હાથમાં ધોકા ધારીયા લઈ આવી મહિલા ના ઘરે ઘસી આવ્યા હતા ને કહેવા લાગ્યા કે....આજે ઉપેન્દ્ર ને મારવો છે એમ કહી હોબાળો મચાવ્યો હતો ને બાદમાં મહિલા સાથે બોલાચાલી કરી ગાળાગાળી કરી હતી.

સમગ્ર મામલે ફરિયાદીના ઘર બહાર પડેલા બાઈક પર ધોકા ધારીયા મારી બાઈક ને તોડફોડ કરી કુલ 5 હજાર રૂપિયાનું નુકસાન કરી દીધું હતું. સમગ્ર મામલે હાલમાં બેચરાજી પોલીસ મથકમાં ઝાલા અદેસંગ હિંમત સિંહ,રણજીત સિંહ ઝાલા,સુરભા તલુભા ઝાલા,લક્ષ્મીબા ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...