મહેસાણા જિલ્લાના ખેરાલુ પંથકમાં એક માર્ગ અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં દીકરાના લગ્ન પ્રસંગ પતાવી જાન પોતાના ઘરે આવી રહી હતી એ દરમિયાન વરરાજાના પિતા સહિતનો પરિવાર અન્ય ગાડીમાં સવાર હતો જ્યાં એકાએક ગાડીના ડ્રાઈવર સ્ટેયરિંગ પર ગાબુ ખોઈ બેસતા ગાડી એકાએક પલ્ટી મારી ગઈ હતી જ્યાં ગાડીમાં સવાર સાત લોકો માંથી હાલમાં 4 લોકોને ઇજાઓ પહોંચી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
મૂળ બનાસકાંઠા જિલ્લાના વડગામમાં રહેતા ચૌહાણ કાંતિભાઈ ના દીકરા ભાવેશના લગ્ન મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં કરવાના હોવાથી પરિવાર અલગ અલગ ગાડીઓમાં સવાર થઈ સતલાસણા મુકામે ગયો હતો. જ્યાં લગ્ન પ્રસંગ પતાવી સતલાસણાથી વરરાજાના પિતા અને પરિવારના અન્ય લોકો બીજી ગાડીમાં સવાર થઈ ઘરે જઇ રહ્યા હતા જ્યાં ભાડે કરેલી ગાડીના ડ્રાઇવરે ચાણસોલ થી કોદરમ રોડ પર ગાડી બેફામ હંકારી સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ગાડી ખેતરોમાં પલ્ટી મારી ગઈ હતી.
ગાડીમાં સવાર વરરાજાના પિતા, માસીના દીકરા, વેવાઈ સહિત કુલ ચાર થી વધુ લોકોને અકસ્માતમાં ઇજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં આસપાસના લોકો આવી જતા ઘાયલોને ગાડી માંથી બહાર નીકળ્યા હતા જ્યાં 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા તમામ ઇજાગ્રસ્ત થયેલાને વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વરરાજાના પિતાએ ગાડી પલ્ટી ખવરાવનાર ચાલક વિરુદ્ધ ખેરાલુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.