ચોરી કબૂલી:કડીના ડરણ પાસેથી ભેંસો ચોરતી ગેંગના ચાર શખ્સો ઝડપાયા, 40 પશુ ચોરી કબૂલી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા એલસીબીએ ઝડપેેલા શખ્સોએ અમદાવાદ અને ખેડાની પશુ ચોરી કબૂલી
  • પોલીસે સ્કોર્પિયો સહિત રૂ. 2.56 લાખનો મુદ્દામાલ કબજે લીધો, અન્ય બે શખ્સોનાં નામ ખુલ્યાં

કડી તાલુકાના ડરણની કેનાલ પરથી પશુઓની ચોરી કરતી ગેંગના 4 શખ્સોને એલસીબીએ ઝડપીને ખેડા અને આણંદ જિલ્લાની 40 જેટલી પશુચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે પશુચોરીના ઉપયોગમાં લેવાતી સ્કોર્પિયો ગાડી સાથે રૂ. 2.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર મુખ્ય સૂત્રધાર સહિત 2 શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

જિલ્લામાં પશુચોરીના બનાવો ડામવા રેન્જ આઈજી અભય ચુડાસમાની સૂચના અને એસપી ડો.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એ.એમ. વાળાએ પશુચોરો પકડવા કવાયત હાથ ધરી હતી. તેવામાં પીએસઆઈ એ.કે. વાઘેલા તેમજ સ્ટાફે બાતમી આધારે ડરણ પાસે કેનાલ પરથી સ્કોર્પિયો ગાડી (જીજે 01 એચજે 7081)માંથી 4 શખ્સોને પકડી પાડ્યા હતા, જ્યારે 2 શખ્સો ભાગી ગયા હતા. સ્કોર્પિયોમાંથી અલગ નંબરની 4 પ્લેટો અને પશુ પકડવાનો સામાન મળી આવ્યો હતો. પોલીસે રૂ.2,56,445નો મુદ્દામાલ જપ્ત કરી પૂછપરછ કરતાં તેમણે ખેડા, નડિયાદ અને આણંદ જિલ્લામાં કરેલી 40 જેટલી પશુચોરીની કબૂલાત કરતાં બાવલુ પોલીસ સ્ટેશનમાં 6 શખ્સો સામે ગુનો નોંધાયો છે.

પકડવાના હજુ બાકી

  • આશિક ઉર્ફે ટકલો કરીમભાઈ પઠાણ (બહેરામપુરા, દાણીલીમડા, અમદાવાદ (મુખ્ય સૂત્રધાર)
  • રહુબભાઈ ડ્રાઈવર ( અમદાવાદ)

ઝડપાયેલા ચાર આરોપીઓ
1. મોહમ્મદ ફારૂખ ઉર્ફે સેમડો મોહમ્મદ તોફિક કાશ્મીરી
2. રફિક અજીતભાઈ શેખ (બંને રહે. સંતોષનગર, મહાકાળી મંદિરની લાઈનમાં, બહેરામપુરા, દાણીલીમડા, અમદાવાદ)
3. રશીદમિયાં કરીમમિયાં મલેક
4. સબ્બિરમિયાં ઉર્ફે હોડો હબીબમિયાં મલેક (બંને રહે. દંતાલી, તા.વસો, જિ.ખેડા

અન્ય સમાચારો પણ છે...