તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા કોર્ટનો ચુકાદો:પરિણીતાના અપમૃત્યુ કેસમાં ચાર સાસરિયાંને ત્રણ વર્ષની સખત કેદ

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 4.5 વર્ષ પહેલાં દહેજના ભૂખ્યા સાસરિયાંના ત્રાસે મહેસાણાની મહિલાએ ફાંસો ખાધો હતો

સાડા ચાર વર્ષ પહેલા મહેસાણાની પરિણીતાએ દહેજ ભૂખ્યા સાસરિયાના ત્રાસથી ફાંસો ખાઇ જીવન ટૂંકાવતાં આ કેસમાં એડીશનલ સેશન્સ જજે ચાર આરોપીને 3 વર્ષની સખત કેસની સજા ફટકારતો હુકમ કર્યો હતો. કડીની મમતા સોસાયટીમાં રહેતા જયેશકુમાર કાન્તીભાઇ પ્રજાપતિની બહેન હેતલ ને પતિ ,સાસુ, જેઠાણી, જેઠ , સસરા અને અને કાકા સસરાનો દીકરો દહેજમાં આપેલ દાગીના પણ વેચી મારી મારઝુડ કરતાં અને માનસિક ત્રાસ આપતા હેતલને લાગી આવતા 29 ઓગસ્ટ 2016ના રોજ ઘરમાં પંખે લટકી ફાંસો ખાઇ જીવન ટૂકાવ્યુ હતું.

આ બાબતે મૃતકના ભાઇ જયેશકુમાર પ્રજાપતિએ છ શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા કેસ મહેસાણા એડીશનલ સેશન્સ જજ એમ.ડી. પાન્ડેની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ પરેશભાઇ કે દવેએ દલીલો અને 15 જેટલા સાક્ષી અને 10 દસ્તાવેજો રજુ કરતાં અને આરોપીને સજા કરવા માટેની દલીલ કરી હતી.જેમાં દલીલોના અંતે કોર્ટે મૃતકના પતિ વિજયકુમાર બેચરભાઇ પ્રજાપતિ, સાસુ કાન્તાબેન બેચરભાઇ પ્રજાપતિ, જેઠાણી ભાવનાબેન રાજુભાઇ પ્રજાપતિ,જેઠ રાજુભાઇ બેચરભાઇ પ્રજાપતિ અને સસરા બેચરભાઇ જીવાભાઇ પ્રજાપતિને 498(ક) તેમજ કલમ 114 ના ગુનામાં ત્રણ વર્ષની સખત કેસની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...