કોરોના વિસ્ફોટ:મહેસાણામાં કોરોનાથી ચારનાં મોત, વધુ 32 કેસ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાલાવાસણા સ્થિત સીઆઈએસએફ કેમ્પના 8 જવાનો કોરોના સંક્રમિત, 32 કેસ પૈકી 15 કેસ મહેસાણા શહેરના
  • મહેસાણામાં 15, ઊંઝામાં 8, કડી 5, વિસનગર 2, વિજાપુર અને જોટાણામાં કોરોનાના એક એક કેસ નોંધાયા

કોરોનાના વધતા કહેર વચ્ચે મહેસાણામાં ચારનાં મોત નીપજ્યા હતા. જિલ્લામાં વધુ 32 કેસ નોંધાતાં તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે.મહેસાણા ટીબી રોડ ઉપર રહેતા 95 વર્ષના વયોવૃદ્ધ નું બે દિવસની સારવાર દરમિયાન કોરોનાને કારણે મોત થયું હતું જ્યારે ૬૨ વર્ષના ચંદુભાઈદરજી પણ કોરોના ને કારણે મોતને ભેટયા હતા. જ્યારે સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલમાં સારવાર દરમિયાન સુમિત્રાબેનનું મોત થયું હતું અને હિમજા મંદિરના પૂજારી જનકભાઈનુ કોરોના ના કારણે મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. બીજીબાજુ આરોગ્ય વિભાગના કહેવા મુજબ,પાલાવાસણાના સીઆઇએસએફ કેમ્પમાં ફરજ બજાવતાં આઠ જવાનો કોરોના સંક્રમિત બનતા તેમના અન્ય સાથી જવાનો ના પણ સેમ્પલ લેવા વિચારણા હાથ ધરાઈ છે.

જિલ્લામાં બુધવારે લાંબા સમય બાદ કોરોનાના નવા 32 કેસ આવ્યા છે જેમાં શહેરી વિસ્તારમાં 21 અને ગ્રામ્ય વિસ્તારમાં 11 પોઝિટિવ દર્દી સામે આવ્યા છે. જેમાં મહેસાણામાં 15, ઊંઝામાં 8, કડી 5, વિસનગર 2, વિજાપુર અને જોટાણામાં એક એક કેસ નોંધાયો છે જેમાં તમામને આઇસોલેટ કરાયા છે. કોરોના સંક્રમિત ઓના સંપર્કમાં આવેલા 1200થી વધારે વ્યક્તિઓને કવોરન્ટાઇન કરાયા છે.112 વ્યક્તિઓને સેમ્પલો લેવાયા છે જેનો રિપોર્ટ બાકી છે અને છ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જોકે હાલમાં 321 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

એક જ પરિવારના ત્રણ સભ્યો સંક્રમિત
મહેસાણાની તિરુપતિ ગ્રીન સોસાયટી માં રહેતા પરિવારના ત્રણ સભ્યો કોરોના સંક્રમિત બન્યા છે. જેમાં દંપતીની સાથે તેમનો 14 વર્ષનો પુત્ર પણ સંક્રમીત બનેલ છે. તેઓ કોના થકી સંક્રમિત થયા તે સંબંધે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે.

ધોબીઘાટનું દંપતી પોઝિટિવ,પતિનું મોત
મહેસાણા ધોબીઘાટ વિસ્તારમાં રાધેશ્યામ સોસાયટીમાં રહેતા દંપતીને ત્રણ દિવસ પહેલા તાવની ફરિયાદ ઉઠી હતી. શ્વાસ લેવામાં ઊભી થયેલી તકલીફ વચ્ચે તેમને અમદાવાદ લઈ જવાયા હતા. જ્યા 62 વર્ષના ચંદુભાઈ દરજીનુ મોત થયુ હતુ અને હાલમાં તેમના પત્ની કોરોનાની સારવાર લઇ રહ્યા છે.

જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓ,શહેરી વિસ્તારમાં 21 અને ગ્રામ્ય વિસ્તારમાં 11
મહેસાણા :
વિસનગર રોડ 30 પુરુષ
નાગલપુર વિસ્તાર 84 પુરુષ
રાજ કમલ પેટ્રોલ પંપ 71 પુરુષ
માનવ આશ્રમ ચોકડી 64 મહિલા
ટીબી રોડ 75 પુરુષ
માલ ગોડાઉન રોડ 17 પુરુષ
વિસનગર રોડ 42 પુરુષ
મોઢેરા રોડ 62 પુરુષ
માલ ગોડાઉન રોડ 67 પુરુષ
મોઢેરા રોડ 49 પુરુષ
રાધનપુર રોડ 40 પુરુષ
મોટીદાઉ 58 મહિલા
વીરતા. 33 પુરુષ
દેદીયાસણ ઓજી વિસ્તાર 65 પુરુષ
રામોસણા ઓજી વિસ્તાર 52 પુરુષ
ઊંઝા : મકતુપુર હાઈવે 76 પુરુષ
નવાપરા 55 મહિલા
નવા પરા 55 પુરુષ
ઊંઝા 56 પુરુષ
ઊંઝા 27 મહિલા
મકતુપુર 40 મહિલા
ડાભી 50 પુરુષ
કામલી 65 પુરુષ
કડી : જીઆઇડીસી કોલોની 63 પુરુષ
ભાવપુરા 55 પુરુષ
કલોલ રોડ 67 પુરુષ
કરણપુર 30પુરુષ
ફુલેત્રા 58 મહિલા
વિસનગર :મહેસાણા રોડ 67 મહિલા
વિસનગર 60 પુરુષ
વિજાપુર : લાડોલ 65 પુરુષ
જોટાણા : માંકણજ 52 પુરુષ

અન્ય સમાચારો પણ છે...