તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજથી ચૂંટણીજંગ:જિ.પં.ની 42, 10 તાલુકા પંચાયતની 216 અને 4 પાલિકાની 152 બેઠકો માટે આજથી ફોર્મ ભરાશે

મહેસાણા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપ અને કોંગ્રેસ અંતિમ બે-ત્રણ દિવસમાં ફોર્મ ભરશે, 13 ફેબ્રુઆરી છેલ્લી તારીખ

મહેસાણા જિલ્લા પંચાયતની 42 બેઠકો, 10 તાલુકા પંચાયતની 216 બેઠકો તેમજ મહેસાણા, ઊંઝા, કડી અને વિસનગર એમ 4 નગરપાલિકાના કુલ 38 વોર્ડની 152 બેઠકો માટે સોમવારે ચૂંટણીના જાહેરનામા સાથે ફોર્મ ભરવાનું શરૂ થશે. 13 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. જોકે ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની યાદી આખરી કરી ન હોઇ અંતિમ બે-ત્રણ દિવસમાં ફોર્મ ભરવા ધસારો જામશે.

જિલ્લા ચૂંટણી તંત્રના સૂત્રોએ કહ્યું કે, સોમવારે ચૂંટણી અધિકારીઓ નોટીફીકેશન જાહેર કરે તેમાં સૂચિત સ્થળ આખરી રહેશે અને તે સ્થળે ફોર્મ સ્વીકારવાનું સોમવારથી શરૂ થશે. જેમાં નગરપાલિકાની ચૂંટણીમાં સવારે 10.30 થી બપોરે 3 સુધી તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સવારે 11 થી બપોરે 3 દરમિયાન ફોર્મ સ્વીકારાશે. ફોર્મ ભરતી વખતે ચૂંટણી અધિકારીના રૂમમાં કોવિડ એસઓપીનું પાલન કરવાનું રહેશે.

ઉમેદવારી વખતે એસઓપીનું પાલન ફરજિયાત

 • ઉમેદવારી નોંધાવવા માટે વધુમાં વધુ બે વાહન લાવવાની છૂટ.
 • અધિકારીના રૂમમાં ઉમેદવાર સાથે દરખાસ્ત કરનાર, ચૂંટણી એજન્ટ અને અન્ય બે વ્યક્તિને પ્રવેશની મંજૂરી, અન્યોએ પ્રતિક્ષા માટે બહાર બેસવું.
 • ઉમેદવારો ફોર્મ ભરવા આવે ત્યારે આગમન સમય મુજબ ચૂંટણી અધિકારી દ્વારા ચિઠ્ઠી હસ્તલિખિત આપ્યા બાદ એક પછી એક ઉમેદવારને રૂમમાં બોલાવવા, બાકી સામાજિક અંતર જળવાય તે રીતે બેઠક વ્યવસ્થા કરવી.
 • ચૂંટણી અધિકારીના રૂમમાં ઉમેદવારી માટે આવનાર માટે સેનેટાઇઝર રાખવું, થર્મલગનથી ટેમ્પરેચર માપવાનું રહેશે.

નગરપાલિકામાં ચૂંટણી

પાલિકાવોર્ડબેઠકો
મહેસાણા1144
કડી936
ઊંઝા936
વિસનગર936

​​​​​​​તાલુકા પંચાયતમાં ચૂંટણી

તા.પં.બેઠકો
મહેસાણા32
કડી30
વિજાપુર28
વિસનગર24
ખેરાલુ18
ઊંઝા18
વડનગર18
બહુચરાજી16
જોટાણા16
સતલાસણા16
કુલ216

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો