તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:મહેસાણા પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ પુરીબેન પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેસરિયો ખેસ પહેરી વિધિવત ભાજપમાં જોડાઇ ગયાં - Divya Bhaskar
કેસરિયો ખેસ પહેરી વિધિવત ભાજપમાં જોડાઇ ગયાં
  • કહ્યું,પક્ષના સભ્યો દ્વારા થતી અવગણનાના કારણે પક્ષ છોડ્યો

મહેસાણા નગરપાલિકાની આગામી નવી ચૂંટણી જાહેર થાય એ પહેલાં પક્ષપલટાનું રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસમાંથી ચૂંટાયેલાં પાલિકાનાં પૂર્વ ઉપપ્રમુખ પુરીબેન પટેલે ટર્મ પૂર્ણ થતાં કોંગ્રેસ છોડી કેસરિયો ખેસ પહેરી વિધિવત ભાજપમાં જોડાઇ ગયાં છે. રવિવારે સાંસદ શારદાબેન પટેલના નિવાસસ્થાને યોજાયેલા શહેર ભાજપના કારોબારી સભ્યોના સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપમાં જોડાયાં હતાં.

કોગ્રેસ છોડવા અંગે પુરીબેન પટેલે કહ્યું કે, નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના સભ્યો અવગણના કરતાં હતાં. પાલિકામાં પ્રમુખની ચૂંટણીમાં બીમારીના કારણે આવી ન શક્યા તો પક્ષના જ સભ્યો ગદ્દાર કહીને સોશ્યલ મીડિયામાં ખોટા આક્ષેપો કરતા હતા. કોઇ પ્રોગ્રામમાં બોલાવતા નહોતા. વિકાસના કામોમાં સહયોગ આપતા ન હતા. પાલિકાની આગામી ચૂંટણી લડવાની કોઇ ઇચ્છા નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો