અરજી રદ:દૂધસાગર ડેરી ઘી માં ભેળસેળના મામલે ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન,MDની ડિફોલ્ટ જામીન રદ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા દૂધસાગર ડેરીના ભેળસેળ ઘી ના કેસમાં જેલમા બંધ મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજીભાઇ દેસાઇ અને એમડી નિશિથ બક્ષીએ ડિફોલ્ટ જામીન અરજી મૂકી હતી. જેમાં તપાસનીસ અધિકારીએ મહેસાણા કોર્ટમાં 4 નવેમ્બરે એટલે કે, 91મા દિવસે કોર્ટમા ચાર્જશીટ કરેલ છે અને નિયમ મુજબ 90 દિવસમા ચાર્જશીટ દાખલ કરવાની હોઇ ડિફોલ્ટ જામીન આપવા અરજીમા ઉલ્લેખ કર્યો હતો.જે અરજી મહેસાણા સ્પેશ્યલ એસીબી જજ એ.એન.કંસારા સમક્ષ ચાલતા કથિત આરોપીઓ વતી હાજર હાઇકોર્ટના સિનિયર કાઉન્સિલે પોલીસે 91મા દિવસે ચાર્જશીટ કરેલ હોઇ બંનેને ડિફોલ્ટ જામીન આપી શકાય.જે દિવસથી આરોપીની ધરપકડ થઇ તે દિવસથી 90 દિવસ ગણવા જોઇએ તેવી દલીલ કરી હતી.

જ્યારે સામેપક્ષે સ્પેશ્યલ સરકારી વકીલ વિજય બારોટે દલિલ સાથે ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના જજમેન્ટ રજૂ કર્યા હતા. જેમાં આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરાય તે દિવસથી 90 દિવસ ગણાય તેમજ સુપ્રિમ કોર્ટના તારણ મુજબ રિમાન્ડ આપ્યા હોય તે દિવસ ન ગણાય. બંને આરોપીઓની પોલીસે કોર્ટમા 90 દિવસે જ ચાર્જશીટ દાખલ કરી હોવાની દલીલ કરી હતી.જેને ધ્યાનમા રાખી કોર્ટે ડિફોલ્ટ બેલ અરજી રદ કરવા આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...