ઉચાપતના કેસમાં નીચલી કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકાયેલા ત્રણ પૈકી બુટ્ટાપાલડીના તત્કાલીન સરપંચને ડિસ્ટ્રિક્ટ કોર્ટે કસુરવાર ઠેરવ્યા છે. જ્યારે અન્ય બે સભ્યોનો હુકમ કાયમ રખાયો છે. નીચલી કોર્ટના હુકમથી નારાજ થઈ સરકાર પક્ષે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ કરાઇ હતી.મહેસાણા તાલુકાના બુટ્ટાપાલડી ગામના તત્કાલિન સરપંચ મિસ્ત્રી જશવંતભાઈ મણીલાલ અને બે સભ્યો પટેલ ઈશ્વરભાઈ ઉમેદદાસ અને પરમાર ખોડાભાઈ નરસિંહભાઈએ પોતાના કાર્યકાળ દરમિયાન 2003ના વર્ષમાં મજૂરોની ખોટી હાજરી બતાવી અને સહીઓ કરી કરાયેલી ઉચાપતના કેસમાં નીચલી કોર્ટે ત્રણેયને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો હતો.
સરકાર પક્ષે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરાયેલી અપીલ બાદ સોમવારે કેસ ચાલી જતાં સરકારી વકીલ ભરતભાઈ પટેલે નીચલી કોર્ટ દ્વારા દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓના પુરાવાનું પ્રોપર મૂલ્યાંકન ન થયું હોવાની દલીલો સાથેની વાત કોર્ટ સમક્ષ મુકતાં માન્ય રાખી નિર્દોષ છૂટેલા પૂર્વ સરપંચ જશવંતભાઈ મણીલાલને કસૂરવાર ઠેરવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.