તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Former President And Husband Of The District Filled The Form From The Congress, On The Third Day 19 More Forms Were Filled: 3 In The District, 6 In The Taluka Panchayat And 9 In The Municipality.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:જિ.પં.નાં પૂર્વ પ્રમુખ અને પતિએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું, ત્રીજા દિવસે વધુ 19 ફોર્મ ભરાયાં : જિ.પં.માં 3, તાલુકા પંચાયતમાં 6 અને નગરપાલિકામાં 9એ ઉમેદવારી કરી

મહેસાણા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • મહેસાણા પાલિકામાં કોંગ્રેસનાં 5 અને ઊંઝામાં ભાજપનાં 4 ફોર્મ તેમજ તા.પં.માં જોટાણામાં 2, કડી-ઊંઝા-વિજાપુરમાં 1-1 ફોર્મ ભરાયાં
 • મહેસાણા પાલિકાના વોર્ડ નં.3માં કોંગીના પૂર્વ નગરસેવક અમીત પટેલે ફોર્મ ભર્યું

પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી જાહેર થયાને ત્રણ દિવસ પછી પણ મુખ્ય બે હરીફ પક્ષ ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોની આખરી યાદી તૈયાર કરી શક્યો નથી. ભાજપના જ સર્વેમાં ઉ.ગુ.માં નુકસાન થવાનો વરતારો આવ્યો હોઇ ટકોરા મારીને ઉમેદવાર પસંદ કરવા કવાયત ચાલી રહી છે, તો કોંગ્રેસમાં આંતરિક જૂથવાદના કારણે ઉમેદવારોની આખરી યાદી વિલંબમાં મૂકાઇ છે. આમ છતાં આ બંને પક્ષોના આગેવાનોએ પક્ષના મેન્ડેટ વિના જ ફોર્મ ભરવાનું શરૂ કરી દીધું છે. બુધવારે મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શીલાબેન સુધીરભાઇ પટેલ અને તેમના પતિ સુધીરભાઇ પ્રહલાદભાઇ પટેલે વિસનગરની ગોઠવા બેઠકથી ઉમેદવારી નોંધાવી હતી.

બુધવારે કુલ 19 ફોર્મ ભરાયાં હતાં. જેમાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસમાંથી 3, તાલુકા પંચાયતોમાં જોટાણામાં 2 કોંગ્રેસ અને 1 આપ, કડી અને ઊંઝા તાલુકા પંચાયતમાં 1-1 કોંગ્રેસ તેમજ વિજાપુરમાં એક અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. મહેસાણા પાલિકામાં કોંગ્રેસમાંથી 5 ફોર્મ તેમજ ઊંઝા પાલિકામાં ભાજપમાંથી 4 અને અપક્ષમાંથી એક ફોર્મ ભરાયું હતું. મહેસાણા પાલિકામાં 5 ફોર્મ પૈકી એક ઉમેદવારે 2 ફોર્મ ભર્યાં હતાં. મહેસાણા વોર્ડ નં.3માં કોંગ્રેસના પૂર્વ નગરસેવક અમીત પટેલે ફોર્મ ભર્યું છે.

ભાજપ કાર્યાલયથી મેસેજ મળતાં દાવેદારો હરખપદુડા બની દોડ્યા
ભાજપ કાર્યાલયમાં ટિકિટ માટે દાવેદારી નોંધાવનારના મોબાઇલમાં ફોર્મ સંબંધે તમામ પેપર્સ સાથે ભાજપ કાર્યાલય પહોંચવાના મેસેજને પગલે ઉમેદવારી કરવા સૂચના અપાશે તે વિચારથી દાવેદારો કાર્યાલય પર પહોંચ્યા હતા, પરંતુ અહીં ફોર્મ ચકાસણીનું કહેતાં તેમના ચહેરા ઉતરી ગયા હતા.

કોંગ્રેસીઅોને જૂની કોર્ટમાં ફોર્મ ભરતાં શહેર પ્રમુખે અટકાવ્યા
શહેર કોંગ્રેસ પ્રમુખ પી.કે. પટેલે દાવેદારોને ફોર્મ ભરવામાં સરળતા રહે અને વકીલની સલાહ મળી રહે તે માટે ખાસ ભાડે ઓફિસ રાખી હતી. પરંતુ બુધવારે સવારથી કોંગ્રેસના દાવેદારો નોટરીઓના ટેબલની આસપાસ ટોળે વળી ફોર્મ સંબંધે કાર્યવાહી કરતા હોવાની જાણ થતાં જ પ્રમુખે તેમને જાહેરમાં ફોર્મ નહીં ભરવા સૂચના આપી હતી.

અપક્ષ ઉમેદવારીથી બચવા છેલ્લી ઘડીએ મેન્ડેટ ખોલવાનો વ્યૂહ
ભાજપ અને કોંગ્રેસે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મેન્ડેટ આપવાની વ્યૂહરચના ઘડતાં ટિકિટની લાઇનમાં કપાયેલા દાવેદારને અપક્ષમાં ફોર્મ ભરવું મુશ્કેલ બનશે. બંને પક્ષો મેન્ડેટનું પત્તું ચૂંટણી અધિકારી સામે જ ખોલવાનાં હોઇ ફોર્મ ભર્યા બાદ જ ખબર પડશે કે કોણ કપાયું અને કોને ટિકિટ મળી. ખાસ કરીને નગરપાલિકામાં કાંટેકી ટક્કર હોઇ બંને પક્ષોએ પોતાના જ કાર્યકર સામે ન આવે તેનો વ્યૂહ ઘડ્યો છે.

મહેસાણા નગરપાલિકામાં વધુ 4ની ઉમેદવારી

વોર્ડ નં. ઉમેદવારપક્ષ
3અમિતભાઇ વિષ્ણુભાઇ પટેલકોંગ્રેસ
4સત્યભારતી પ્રવિણકુમાર કાપડિયાકોંગ્રેસ
9ધવલકુમાર કિર્તીકુમાર શાહકોંગ્રેસ
10સમીર અતુલકુમાર પટેલકોંગ્રેસ

ઊંઝા નગરપાલિકામાં વધુ 5ની ઉમેદવારી

વોર્ડ નં. ઉમેદવારપક્ષ
2મનુભાઇ ચીમનલાલ પટેલભાજપ
2ભાવેશ કમલેશભાઇ પટેલભાજપ
4જયશ્રીબેન ગંગારામ પટેલભાજપ
4વિમલકુમાર દશરથલાલ પટેલઅપક્ષ
8આશાબેન જશ્વિનભાઇ પટેલભાજપ

​​​​​​​

તાલુકા પંચાયતમાં વધુ 6ની ઉમેદવારી

તા.પં.બેઠકઉમેદવારપક્ષ
જોટાણાધનાલી -4લાલજીભાઇ માંડણભાઇ રબારીકોંગ્રેસ
જોટાણાકસલપુરા -7જસુભાઇ જીવણભાઇ પરમારકોંગ્રેસ
જોટાણાસાંથલ -15સવધાનસિંહ શિવસિંહ ચૌહાણઆપ
કડીઆદુંદરા -2ભાવનાબેન સુરેશજી ઠાકોરકોંગ્રેસ
ઊંઝાઉનાવા-1તરૂણાબેન દિક્ષિતકુમાર પટેલકોંગ્રેસ
વિજાપુરગોવિંદપુરા-2જીતેન્દ્ર રામજીભાઇ દેસાઇઅપક્ષ

​​​​​​​

જિલ્લા પંચાયતમાં વધુ 3ની ઉમેદવારી

ભાન્ડુ -5રીટાબેન કનૈયાલાલ પટેલકોંગ્રેસ
ગોઠવા -12સુધીરકુમાર પ્રહલાદભાઇ પટેલકોંગ્રેસ
ગોઠવા -12શીલાબેન સુધીરકુમાર પટેલકોંગ્રેસ
(સ્ત્રોત- ચૂંટણી વિભાગની વેબસાઇટ અને જિલ્લા ચૂંટણી શાખા)

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો