તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:જેપુર ગામનાં મહિલા તલાટી પર પૂર્વ સદસ્યનો પ્લાસ્ટીકની પાઈપથી હુમલો

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખોટી વાતો ફેલાવવા અંગે ઠપકો આપતાં ગીરીશ પટેલે માર માર્યાની ફરિયાદ
  • હુમલાના વિરોધમાં વિજાપુર તલાટી મંડળે રેલી કાઢી આવેદન આપ્યું

વિજાપુર તાલુકાના જેપુર ગામનાં તલાટી અમિતાબેન ગૌતમકુમાર પટેલે ખોટી વાતો ફેલાવવા અંગે ઠપકો આપતાં પૂર્વ સદસ્ય ગીરીશ પટેલે મહિલા તલાટીને પ્લાસ્ટીકની પાઈપથી માર માર્યો હતો. જે અંગે તેણીએ વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

તલાટી અમિતાબેન પટેલ અંગે ગામનો ગીરીશ ડાહ્યાભાઈ પટેલ સરપંચ અને પટાવાળા સાથે ફરવાની ખોટી વાતો ફેલાવતો હતો. મંગળવારે બપોરે તલાટી ગામના પેટા આરોગ્ય કેન્દ્રમાં રસીકરણની માહિતી લેવા ગયા ત્યારે આ શખ્સ મળતાં મારી ખોટી વાતો કેમ ફેલાવો છો? તેમ કહેતાં તેણે અપશબ્દો બોલી તલાટીને ધક્કો મારી પ્લાસ્ટીકની પાઈપથી માર મારી ફરાર થઈ ગયો હતો. વિજાપુર સરકારી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ મહિલા તલાટીએ ગીરીશ ડાહ્યાભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.

મહિલા તલાટી ઉપર હુમલાના વિરોધમાં વિજાપુર તાલુકા તલાટી મંડળના જિલ્લા મહામંત્રી નીતિનભાઇ જોશી તેમજ પ્રમુખ પ્રવીણભાઈ પટેલ, મૌલિકભાઈ દરજીની આગેવાનીમાં રેલી કાઢી ટીડીઓ અને મામલતદારને આવેદન પાઠવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...