પોલીસની શોધખોળ:વડનગર પાલિકાનાં ભાજપનાં પૂર્વ નગરસેવિકા પુત્ર-પુત્રી સાથે ગુમ

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2 ઓગસ્ટે બપોરે ઘરેથી જતા રહ્યાં, પતિએ જાણ કરતાં વડનગર પોલીસની શોધખોળ

વડનગર પાલિકાનાં ભાજપનાં પૂર્વ નગરસેવિકા અને પિઠોરી દરવાજા વિસ્તારના રણછોડરાય મંદિર પાસે સુથારવાડામાં રહેતાં રીન્કુબેન પટેલ, તેમની દીકરી હેન્સી ઉર્ફે કાવ્યા (9) અને દીકરો પંથ (6)સાથે ગુમ થયાની જાણ તેમના પતિ ભરત સોમાલાલ પટેલે વડનગર પોલીસને કરી છે. જેમાં જણાવ્યું છે કે, 2જી ઓગસ્ટે બપોરે બે વાગ્યા પહેલાં કોઈને કહ્યા વગર ઘરેથી જતા રહ્યાં છે.

જે હજુ સુધી પરત આવ્યાં નથી. રીન્કુબેન એફવાય બીસીએ સુધી ભણેલાં છે. દીકરી હેન્સી ઉર્ફે કાવ્યા ધોરણ-4માં ભણે છે. ગુમ વ્યક્તિ વિશે માહિતી મળે તો વડનગર પોલીસને જાણ કરવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, રીન્કુબેન પટેલ અને તેમના પતિ સામે ગાંધીનગર જિલ્લામાં લાખો રૂપિયાની ઠગાઈની ફરિયાદ નોંધાતાં તત્કાલિન જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરાયાં હતાં. ત્યાર બાદ મ્યુનિસિપાલિટીઝ કમિશનર દ્વારા ઠગાઈની ફરિયાદ મામલે નગરસેવિકાને ગેરલાયક ઠેરવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...