કાર્યવાહી:મહેસાણા ફતેપુરા સર્કલથી ભુસાની આડમાં લઈ જવાતો 16 લાખનો વિદેશીદારૂ ઝડપાયો

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શંકાસ્પદ નંબર પ્લેટ આધારે તાલુકા પોલીસે ટ્રકની તલાશી લેતાં દારૂ મળી આવ્યો
  • પોલીસ ટ્રકની​​​​​​​ તપાસ ​​​​​​​કરતી રહી ત્યાં ડ્રાઇવર અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો

મંગળવારે વહેલી પરોઢે મહેસાણાના ફતેપુરા બાયપાસ સર્કલ ઉપરથી ભૂસાની આડમાં લઈ જવાતો 16 લાખનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રકને મહેસાણા તાલુકા પોલીસે ઝડપી પાડી હતી. જોકે પોલીસ ટ્રકની તલાશી લઈ રહી હતી એ જ સમયે ડ્રાઇવર અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.

મહેસાણા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી.આર. પટેલ અને તેમની ટીમ ફતેપુરા સર્કલ પર મંગળવારે વહેલી પરોઢે ફરજ પર હતી, ત્યારે પાલનપુર તરફથી આવી રહેલી આઇસર ટ્રક (જીજે 21વી 9303)ની નંબર પ્લેટ શંકાસ્પદ લાગતાં પોલીસે ટ્રકને અટકાવી કાગળ માગ્યા હતા.

પરંતુ ડ્રાઇવર આપી શક્યો ન હતો. પોલીસ જાતે ટ્રકમાં પાછળ ચડી તાડપત્રી ખોલીને તપાસ કરી રહી હતી, ત્યારે અંધારાનો લાભ લઈ ડ્રાઇવર નાસી છૂટ્યો હતો. બીજી તરફ, તાડપત્રી ખોલતાં ટ્રકમાં ભૂસાની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો દેખાયો હતો. પોલીસે ટ્રક તાલુકા પોલીસ મથકે લાવી જોતાં 16.43 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂ.5 લાખની ટ્રક અને દારૂ મળી રૂ.21 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...