તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે 400થી વધુ દર્દીઓ સાજા થયા,નવા 431 કેસ

મહેસાણા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • મહેસાણામાં 24 અને વિસનગરમાં 15 મૃતકોની કોવિડ ગાઇડ મુજબ અંતિમવિધિ
 • ઉ.ગુ.માં 848 કેસ, 55 મોત, પાટણમાં 115, બનાસકાંઠામાં 198, સાબરકાંઠામાં 104 કેસ

જિલ્લામાં શનિવારે સરકારી લેબના 522 પૈકી 290 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જ્યારે ખાનગી લેબના 141 મળી કુલ નવા 431 કેસ નોંધાયા હતા. જ્યારે સતત છઠ્ઠા દિવસે 400થી વધુ એટલે કે 416 દર્દી સાજા થયા હતા. એક્ટીવ કેસની સંખ્યા 4889 થઇ છે. જિલ્લામાં શહેરી વિસ્તારના 197 અને ગ્રામ્યના 234 મળી કુલ 431 કેસ નોંધાયા છે.

જેમાં સાૈથી વધુ મહેસાણા શહેરના 103 કેસ હતા. તાલુકાવાર સંક્રમિતોની સ્થિતિ જોઇએ તો, મહેસાણામાં 151, વિસનગરમાં 90, વિજાપુરમાં 39, વડનગરમાં 34, ઊંઝામાં 28, જોટાણામાં 25, બહુચરાજીમાં 21, કડીમાં 19, સતલાસણામાં 15 અને ખેરાલુમાં 9 કેસનો સમાવેશ થાય છે. મહેસાણાના નિજધામમાં 31 પૈકી 15 અને વૈકુંઠ ધામમાં 16 પૈકી 9 મૃતદેહની તેમજ વિસનગર સાર્વજનિક સ્મશાનમાં 25 પૈકી 15 મૃતકોની કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરાઇ હતી.​​​​​​​

મહેસાણાનું કોરોનામીટર
તાલુકોશહેરગ્રામ્યકુલ
મહેસાણા10348151
વિસનગર484290
વિજાપુર53439
વડનગર201434
ઊંઝા101828
જોટાણા02525
બહુચરાજી02121
કડી71219
સતલાસણા01515
ખેરાલુ459
કુલ197

234 431

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો