હાલાકી:મહેસાણામાં સતત બીજા દિવસે વેક્સિન માટે ધક્કા, આયોજનના અભાવે રસી મૂકાવા ઇચ્છતા લોકો હેરાન

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કયા દિવસે કઇ વેક્સિન આવશે તેનો કાર્યક્રમ જાહેર કરાય તો લોકોને રઝળપાટ ન કરવી પડે

મહેસાણા શહેર સહિત જિલ્લામાં હવે વેક્સિનેશન માટે લોકોમાં ભારે જાગૃતિ દેખાઇ રહી છે. પરંતુ પ્રથમ ડોઝ જે કંપનીની રસીનો લીધો હોય એ જ કંપનીની રસીનો બીજો ડોઝ લેવાનો હોય છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કઇ વેક્સિન ક્યા દિવસે સેન્ટરમાં આવનાર છે તેની આગોતરી જાહેરાત કરાતી ન હોઇ લોકોને રસી માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. મહેસાણામાં સતત બીજા દિવસે શુક્રવારે કોવેક્સિન ફાળવાઇ હતી. પ્રથમ ડોઝ કોવેક્સિનનો લીધો તેમને બીજા ડોઝમાં વેક્સિનેશન કરાયું હતું. પરંતુ શરૂઆતના દોરમાં પ્રથમ ડોઝમાં સૌથી વધુ કોવિશિલ્ડનું વેક્સિનેશન થયેલું હોઇ અહીં રસી લેવા આવેલા આવા 45થી વધુ વયના લોકોને પરત ફરવું પડ્યું હતું.

મહેસાણા સિવિલ ખાતે 100 ડોઝ ફાળવાયા હતા, બપોરે 12 સુધીમાં 6 વ્યક્તિએ બીજો ડોઝ લીધો હતો. પરામાં વેક્સિનના 50 ડોઝમાં ત્રણ લોકો રસી લેવા આવ્યા હતા. માનવ આશ્રમમાં સવારે 10-30 વાગે વેક્સિન આવે તે પહેલાં 40 નામની એન્ટ્રી થઇ ગઇ હતી, જેમાં મોટાભાગે કોવિશિલ્ડના હતા. પરંતુ અહીં કોવેક્સિન આવતાં કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવા આવેલા લોકોને પરત જવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...