પાણીની સમસ્યા:કડીના કસ્બાવિસ્તારમાં છેલ્લા 10 દિવસથી પીવાનું પાણી ગંદુ આવતા સ્થાનિકો પરેશાન

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકામાં વારંવાર રજૂઆત છતાં કોઈ કામગીરી નહીં ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાવાની શક્યતા

કડી શહેરના કસબા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી સ્થાનિક લોકો પીવાના પાણીના પ્રશ્નને લઈને ચિંતામાં મુકાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી કસબા વિસ્તારમાં આવેલા સિંધીવાડામાં પીવાનું પાણી બદબુદાર આવતું હોવાની રાવ સ્થાનિક લોકો લગાવી રહ્યા છે. જોકે, આ મામલે તંત્રને જાણ કરવામાં આવતા કોઈ કામગીરી કરવામાં આવી નહોતી.

કડી શહેરમાં આવેલા સિંધીવાડામાં છેલ્લા દશ એક દિવસથી સ્થાનિક લોકો દુર્ગંધ મારતું પાણી પીવા મજબૂર બન્યા છે. સ્થાનિકોને જણાવ્યા પ્રમાણે દશ દિવસથી ગંદુ પાણી આવી રહ્યું છે. જેમાં વાસ મારવાને કારણે પાણી કેમ પીવું એ પ્રશ્ન થઈ રહ્યો છે. સ્થાનિકોએ આ મામલે નગરપાલિકામાં રજૂઆત કરી હોવાની જાણ કરી હતી.

કડી પાલિકા ચીફ ઓફિસરે આ મામલે જણાવ્યું કે, આજે ફરિયાદ આવી છે જેથી જ્યાં દુર્ગંધ વાળુ પાણી આવતું હતું એ સ્થળે પલ્બમરને મોકલી આપવામાં આવ્યો છેય

અન્ય સમાચારો પણ છે...