મહેસાણા શહેરમાં ઘરવિહોણા માટે રૂ.2.39 કરોડના ખર્ચે શેલ્ટર હોમ બનાવવાના પ્રોજેક્ટને ગાંધીનગર સેક્શન કમિટીએ મંજૂરી આપતાં હવે પાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. હૈદરીચોકમાં પાલિકાના જૂના સ્ટાફ ક્વાર્ટસની જગ્યાએ 152 વ્યક્તિઓ રહી શકે તેવું બે માળનું સુવિધા સંપન્ન આશ્રય સ્થાન તૈયાર કરાશે. ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, એનયુએલએમના ડાયરેક્ટર ઉર્વિસ ગૌતમની ઉપસ્થિતિમાં પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું.
જેમાં મહેસાણા પાલિકાની શેલ્ટર હોમની ડિઝાઇન અન્ય પાલિકાઓ માટે વેબસાઇટ પર મૂકવા સુચવાયું હતું. મહેસાણામાં હૈદરીચોક ખાતે સ્ટાફ ક્વાર્ટરની જર્જરિત જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર અને બે માળમાં છ હોલમાં મહિલાઓ અને પુરુષ માટે અલગ અલગ ત્રણ-ત્રણ હોલ બનાવાશે. જેમાં 152 લોકોને સમાવી શકાશે. ઉલ્લેખનિય છે કે, ત્રણ વર્ષમાં શેલ્ટર હોમ માટે ત્રણ જગ્યા બદલાઇ છે.
આવી સુવિધાઓ રહેશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.