તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા વર્ષે નવી આશા:લોકડાઉન બાદ પહેલીવાર મહેસાણા શહેરની હોટલ-રેસ્ટોરન્ટ હાઉસફૂલ

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લૉકડાઉનમાં બંધ રહ્યા બાદ અપાયેલી છુટછાટમાં ગ્રાહકો વધ્યા

કોરોના મહામારીમાં અત્યાર સુધી મોટાભાગના હોટલ-રેસ્ટોરન્ટો ખાલીખમ જોવા મળતા હતા. જે દિવાળીના તહેવારો શરૂ થતાં છેલ્લા ચારેક દિવસથી ગ્રાહકોથી ધમધમતા થયા છે. તેમ છતાં ગત દિવાળીની જેમ વેઇટિંગ જેવી સ્થિતિ નથી. પણ છેલ્લા આઠ મહિનાથી ઠપ હોટલ- રેસ્ટોરન્ટના સંચાલકો દિવાળીના તહેવારોમાં ગ્રાહકોનો ધસારો શરૂ થતાં દિવાળી સુધર્યાનું જણાવે છે.મહેસાણામાં રાધનપુર ચોકડીથી નાગલપુર-અમદાવાદ હાઇવેની હોટલો, રેસ્ટોરન્ટોમાં ટેબલ પર ચાર-ચારના સિટિંગમાં બદલાવ થઇને બે-બે સિટિંગમાં હોટલ- રેસ્ટોરન્ટો ફેરવાઇ છે. કોરોનાને લઇ ટૂરમાં જવાનું મોટાભાગના લોકો ટાળી રહ્યા છે. છેલ્લા સપ્તાહથી હાઇવેના ઢાબા રાત્રે ગ્રાહકોથી ભરચક જોવા મળે છે.

દિવાળીના તહેવારોમાં ખાણી-પીણીનો વર્ગ આવતો થયો
કોરોનાના કારણે હોટલ-રેસ્ટોરન્ટને ખાસ્સી માઠી અસર થઇ છે. સ્ટાફના પગાર, મેન્ટેન્સ બધંુ મુશ્કેલીથી જળવાયું છે. હવે તહેવારોમાં ખાણી-પીણીનો વર્ગ આવતો થતાં નવું વર્ષ રોજગારમાં નવી આશાનું કિરણ લઇને આવશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો