તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:મહેસાણા પાલિકાએ પહેલીવાર વેબસાઇટ પર 85 હજાર મિલ્કતદારના વેરાબિલ ઓનલાઇન મૂક્યા

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેરા બિલ ઓનલાઇન ડાઉનલોડ કરી ઓનલાઇન પણ ભરી શકાશે

મહેસાણા નગરપાલિકાએ નવી વેબસાઇટ ચાલુ કર્યા પછી પહેલીવાર વર્ષ 2021-22ના તમામ રહેણાંક અને કોમર્શિયલ 85 હજાર મિલ્કતદારોના વેરા બિલ ઓનલાઇન મૂકાયાં છે. જે વેબસાઇટ ઉપર ઓનલાઇન પેમેન્ટમાં ક્લીક કરી ખુલતાં પેજમાં વોર્ડ નંબર અને મિલ્કત નંબર સબમિટ કરી તેમની મિલ્કતનું વેરા બિલ ઓનલાઇન ડાઉનલોડ કરી શકાશે અને ઓનલાઇન પેમેન્ટ પણ ભરી શકાશે. ઉપરાંત, કુરિયરથી જે-તે મિલ્કતદારોને વેરા બિલ મોકલવાનું શરૂ કરાયું છે.

જેમાં વેરા બિલ ઇસ્યુ કર્યાથી 30 દિવસમાં રકમ ભરપાઇ કરનાર મિલ્કતદારને વેરામાં 10 ટકા રિબેટ (રાહત)નો લાભ મળશે તેમ નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.નગરપાલિકાની ટેક્ષ શાખાએ નવા નાણાંકીય વર્ષમાં મિલ્કતવેરા બિલ બનાવી મોકલવાની તજવીજ શરૂ કરાઇ છે. શહેરમાં 60 હજાર રહેણાંક અને 25 હજાર કોમર્શિયલ મિલ્કતોના વેરા આકારણી મુજબ સરનામે મોકલાશે. આ ઉપરાંત, પહેલીવાર તમામ મિલ્કતદારો તેમના વેરા બિલ ઓનલાઇન પણ મેળવી શકે અને ભરી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે.

શહેરમાં 85 હજાર મિલ્કતોમાં કુલ રૂ.46 કરોડ વેરો થાય છે. જેમાં ચાલુ વર્ષની રૂ.22 કરોડ અને પાછલા બાકી વર્ષના રૂ.24 કરોડનો સમાવેશ થાય છે. ચાલુ વર્ષના વેરાની રકમ પૈકી દર વર્ષે 80 ટકા વસૂલાત થતી હોય છે. જેમાં નિયમિત વેરો ભરતા મિલ્કતદારો 10 ટકા રિબેટનો લાભ લેતા હોય છે. આવા 60 ટકાથી વધુ મિલ્કતદારો બિલ ઇસ્યુ થયાના એક મહિનામાં જ મિલ્કત વેરો ભરેછે.

ઘરવેરા બિલ મોકલવામાં પાલિકાને કુલ રૂ. 4.25 લાખ ખર્ચ
પાલિકા કુરિયર મારફતે વેરા બિલ મિલ્કતદારોના સરનામે મોકલે છે. પ્રતિ બિલ ~5 લેખે પાલિકાને 85 હજાર બિલ પાછળ ~4.25 લાખ ખર્ચ થાય છે.

અન્ય સમાચારો પણ છે...