મહેસાણાના બલોલ જી.જી.એસમાં ડ્રોન દ્વારા આતંકવાદી હુમલો કરાયો છે. જેને નિષ્ફળ બનાવવાની મોકડ્રિલ મહેસાણા પોલીસ દ્વારા યોજવામાં આવી હતી. મહેસાણા એસ.ઓ.જી પોલીસ અને ઓ.એન.જી.સી સુરક્ષા વિભાગ દ્વારા ડ્રોન મારફતે થેયલ આતંકવાદી હુમલાને નિષફળ બનાવવા માટે સંયુક્ત ઓપરેશન યોજવામાં આવ્યું હતું.
ગયા વર્ષે ભારત દેશમાં એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાને ધ્યાનમાં રાખી દેશના ગૃહવિભાગ દ્વારા તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી. તેમજ સમયાંતરે આવતા રાષ્ટ્રીય પર્વ દિન ઉજવણીને લઈને સતર્ક રહેવા જણાવેલ છે. જે ને લઈને ગૃહવિભાગ દ્વારા ડ્રોન જેવા હવાઈ હુમલાને અટકાવવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર અને ગાઈડલાઈન ઈશ્યુ કરવામાં આવી છે.
આજે મહેસાણા ઓ.એન.જી.સી સુરક્ષા વિભાગને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહેસાણા જિલ્લામાં ગમાનપુરા ગામ નજીક આવેલા ઓ.એન.જી.સીના બલોલ જી.જી.એસ 02 ઉપર ડ્રોન દ્વારા આતંકી હવાઈ હુમલો કરવાની ગુજરાત રાજ્યમાં પ્રથમ વાર બાતમી મળી હતી. આ મોક ડ્રિલમાં ઓ.એન.જી.સી મહેસાણા સુરક્ષા વિભાગ દ્વારા મહેસાણા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાઈ હતી.
ત્યારબાદ મહેસાણા એસ.ઓ.જી પોલીસ ,બી.ડી.ડી.એસ.ડોગ સ્કોડ.સંથલ પોલીસ સ્ટેશન ટીમ.ઓ.એન.જી.સી મહેસાણા એસ.આર.પી ગ્રુપ 15 ટીમ અને ઓ.એન.જી.સી મહેસાણા સુરક્ષા વિબજાગની તેમજ સી.આઈ. એસ.એફની ટીમ આ મોક ડ્રિલમાં જોડાઈ હતી અને બલોલ જી.જી.એસ 2 ગમનપુરા ગામ નજીક હાજર રહેલા અને આ ડ્રોન એટેકના ઓપરેશનને નેત્ર નામ આપવામાં આવ્યું હતું. તેમજ ડ્રોન દ્વારા આતંકી હુમલાને અટકાવવા માટે ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. આ મોકડ્રિલમાં પોલીસે બે આતંકવાદીને ડ્રોન, રિમોન્ટ કંટ્રોલ, લેપટોપ, દૂરબીન, પીસ્ટલ,રિવોલ્વર, મેપ,અને એક ગાડીને જપ્ત કરી હતી.
જોકે સમગ્ર મોકડ્રિલ ના આયોજન માં એસ.ઓ.જી પી.એસ.આઇ એ.યુ.રોજ, અને ઓ.એન.જી.સી સુરક્ષા વિભાગ ના ડી.બી.જોષી અને આઇ. જી પ્રજાપતિ પોતાની ટિમો સાથે આ મોકડ્રિલ માં હાજર રહ્યા હતા જોકે આ પ્રકાર ની મોક ડ્રિલ નું આયોજન સમગ્ર ગુજરાત માં પ્રથમ વાર મહેસાણા ખાતે યોજવામાં આવ્યું હતું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.