હવામાન:સિઝનમાં પ્રથમ વખત દિવસનું તાપમાન 32 ડિગ્રીથી નીચે આવ્યું

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં રાતનું તાપમાન 16 ડિગ્રીથી નીચે રહેતાં ઠંડી અનુભવાઇ
  • ઉત્તર ગુજરાતમાં​​​​​​​ આગામી 48 કલાક સુધી ઠંડીનો ચમકારો રહેશે

ઉત્તર ગુજરાતમાં રવિવારે દિવસ અને રાતના તાપમાનમાં એક સાથે ઘટાડો નોંધાયો હતો. જેને લઈ દિવસનો મોટાભાગનો સમય ઠંડી અનુભવાઈ હતી. રવિવારે રાત્રીના તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. જેના કારણે પાંચેય શહેરનું તાપમાન 16 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જેમાં ડીસા અને ઇડરનું 15.4 ડિગ્રી, પાટણનું 15.5 ડિગ્રી, મહેસાણાનું 15.6 ડિગ્રી અને મોડાસાનું 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

બીજી બાજુ દિવસના તાપમાનમાં પણ દોઢ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા પાંચેય શહેરમાં ગરમીનો પારો 32 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. સિઝનમાં પ્રથમ વખત રવિવારે દિવસનું તાપમાન 32 ડિગ્રીથી નીચે અને રાતનું તાપમાન 16 ડિગ્રીથી નીચે રહ્યું હતું.

48 કલાક બાદ વતાવરણ વાદળછાયું બની શકે છે
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક સુધી ઠંડી યથાવત રહેશે. ત્યાર બાદ સાયકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના વાતાવરણ પલટો આવવાની શક્યતા છે. તા.17 મીથી વાતાવરણ વાદળછાયું થઈ શકે છે. જો કે, ઉત્તર ગુજરાતમાં માવઠાની શકયતા નહીંવત રહેશે. વાતાવરણના આ પલટાથી લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી વધતા ઠંડી ઘટશે.

અન્ય સમાચારો પણ છે...