હવામાન:ઉત્તર ગુજરાતમાં સતત પાંચમા દિવસે ઠંડીનો પારો 18 ડિગ્રીથી નીચે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દિવસના તાપમાનમાં અડધા ડિગ્રીના ઘટાડા સાથે 5 શહેરોનું તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહ્યું

ઉત્તર ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધ-ઘટ વચ્ચે ઠંડીનો પારો 18 ડિગ્રીથી નીચે રહેતાં ઠંડી અકબંધ રહી છે. મંગળવારે દિવસ-રાતના તાપમાનમાં આંશિકથી લઇ અડધા ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. મંગળવારે ઠંડીમાં આંશિક વધારો થતાં મુખ્ય 5 શહેરોનું તાપમાન 17 થી 17.4 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. બીજી બાજુ દિવસના તાપમાનમાં અડધા ડિગ્રીના ઘટાડા સાથે 5 શહેરોનું તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહ્યું હતું.

જો કે, છેલ્લા 5 દિવસથી ઠંડીનો પારો 18 ડિગ્રીથી નીચે રહેવાના કારણે ઠંડીનું જોર યથાવત રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, બુધવારે દિવસ-રાતના તાપમાનમાં આંશિક વધઘટ જોવા મળી શકે છે. વેધર એક્સપર્ટના મતે હવામાં ભેજના પ્રમાણમાં સામાન્ય વધારો થઇ રહ્યો છે. જેના કારણે સપ્તાહના અંત સુધીમાં ઉત્તર ગુજરાતનું વાતાવરણ સામાન્ય વાદળછાયું થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...