આજે રવિવારે વિશ્વ હિમોફિલિયા દિવસ છે. રક્તસ્ત્રાવ સંબંધિત આ બીમારી આનુવંશિક છે. રક્તસ્ત્રાવને અટકાવવા માટેના જવાબદાર 13 પૈકી 1 ઘટકની જન્મજાત ઉણપથી આંતરિક કે બાહ્ય રક્તસ્ત્રાવ અટકતો નથી. દર 5 હજાર બાળકોએ 1 બાળક હિમોફિલિક સાથે જન્મે છે. ઉત્તર ગુજરાતમાં આવાં 174 વ્યક્તિ છે.
હિમોફિલિયાથી પીડિત દર્દીને જો સમયસર સારવાર ન મળે તો મોત નિપજી શકે છે. આ બીમારીના દર્દીઓ માટે ધારપુર હોસ્પિટલમાં 15 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે. જ્યાં સીડીએમઓ ડો. મનિષ રામવતના માર્ગદર્શન હેઠળ સારવાર અપાય છે. જ્યારે વિસનગર હોસ્પિટલમાં સીડીએમઓ ડો. પારૂલબેન અને મહેસાણા હોસ્પિટલમાં સીડીએમઓ ડો. ગાંધીના માર્ગદર્શન હેઠળ સારવાર અપાય છે. આ બીમારી સામે લડવા અને પીડિતોની મદદ કરવા મહેસાણાના 10 સેવાભાવી ઓએ વર્ષ 2011માં ગૃપ બનાવી પીડિતો સુધી પહોંચવાનું શરૂ કર્યું હતું.
વર્ષ 2017માં હિમોફિલિયા સોસાયટીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. છેલ્લા 11 વર્ષથી મિતેશ પટેલ, ધવલ મોદી, હાર્દિક પટેલ, સાગર મોદી, યોગેશ પટેલ, હિમાંશુ મોદી, પૂજાબેન પટેલ, સંદિપભાઇ પટેલ, મનિષભાઇ પટેલ અને દિલીપ પરમાર ઉત્તર ગુજરાતના ગામે ગામ ફરી આવા દર્દીઓ શોધી કાઢી તેમને રોગ વિશે માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. તેમજ તબીબોના સહયોગથી દર્દીઓનું કાઉન્સેલિંગ કરી તેમને સારવાર સાથે અન્ય જરૂરિયાતમાં મદદ પૂરી પાડે છે. તેમની સાથે મહેસાણાનાં ડો. નિરાલીબેન ત્રિવેદી પણ જરૂરમંદ દર્દીઓને નિ:શુલ્ક સારવાર સાથે માર્ગદર્શન પૂરું પાડે છે.
ઉત્તર ગુજરાતમાં હિમોફિલિયાના દર્દી
મહેસાણા | 79 |
પાટણ | 36 |
બનાસકાંઠા | 38 |
સાબરકાંઠા | 13 |
અરવલ્લી | 8 |
કુલ | 174 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.