હોટ ફેવરેટ એરિયા:મહેસાણા બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં એક જ અઠવાડિયામાં પાંચ વાહનો ચોરાયા

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાંચ સપ્ટેમ્બરે રાધનપુર રોડ પરથી વધુ એક એક્ટિવા ચોરાયું
  • અઠવાડિયા​​​​​​​ પૂર્વે એક જ દિવસમાં 3 મોટરસાયકલ અને કાર ચોરાઈ હતી

મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં અઠવાડિયા પૂર્વે જ એક જ દિવસમાં ત્રણ મોટરસાયકલ અને એક કારની ચોરી થઈ હતી. ત્યાં પાંચ સપ્ટેમ્બરના રોજ રાધનપુર રોડ પરથી વધુ એક એકટીવા ચોરાતા આ વિસ્તારમાં વાહન ચોરોએ જાણે કે અડીંગો જમાયો હોય એમ એક પછી એક વાહનો ચોરાઈ રહ્યા છે.

શહેરના રાધનપુર ચોકડીથી લઈને પાંચોટ તરફનો રોડ વાહન ચોરો માટે હોટ ફેવરેટ અને સોફ્ટ કોર્નર બન્યો હોય તેવું લાગે છે. અઠવાડિયા પૂર્વે રાધનપુર રોડ પરથી ત્રણ મોટરસાયકલ અને મગપરા નજીકની હોસ્પિટલમાં દવા લેવા આવેલા રાજસ્થાનના કર્મચારીની કાર ચોરાઈ ગઈ હતી. ત્યારે પાંચ સપ્ટેમ્બરના રોજ મૂળ બાસણાના અને દૂધસાગર ડેરી સામેની શંકરનગર સોસાયટીમાં રહેતા રાજેશભાઈ હેમરાજભાઈ ચૌધરીનું રાધનપુર રોડ પર પરફેક્ટ પ્લાઝા આગળ પાર્ક કરેલ જી.જે.02.બી.એમ.9727 નંબરનું એક્ટિવા કોઈ ચોર ચોરી કરી ગયો હતો.

આમ છેલ્લા કેટલાક દિવસોથી રાધનપુર રોડ અને તેના આસપાસના મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારોમાં વાહન ચોરો તરખાટ મચાવી એક પછી એક વાહન ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે નજીકમાં જ રાધનપુર ચોકડી પર પોલીસ ચોકી આવેલી હોવા છતાં પણ બિન્દાસ બની રહેલા વાહન ચોરીના બનાવોને અટકાવવા બી ડિવિઝન પોલીસ દ્વારા ઠોસ પગલાં ભરવામાં આવે તેવી વાહન ચાલકોમાં લાગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...