તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વિસનગરના ગણેશપુરા ગામની સીમમાં જુગાર રમતા પાંચ શકુનીઓ રંગેહાથ ઝડપાયા, પોલીસે રુપિયા એક લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતરની ઓરડીમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી LCBને મળી હતી

વિસનગર તાલુકાના ગણેશપુરા ગામની સીમમાં મહેસાણા LCBએ બાતમી આધારે રેડ કરી જુગાર રમી રહેલા 5 શકુનીઓને ઝડપી પડ્યાં હતાં. જેમાં બે ઇસમો ગામની સીમમાં એક ખેતરની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતાં હતા. જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ વિગતો મેળવી રેડ કરી હતી. જેમાં પોલીસે રુપિયા એક લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

વિસનગર તાલુકામાં આવેલા ગણેશપુરા ગામની સીમમાં ખેતરની ઓરડીમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી LCBને મળી હતી. બાતનીના આધારે LCB પોલીસે કલ્પેશ ચૌધરી, અજય પ્રજાપતિ, રાજુભાઇ રાવળ, ભગુભાઇ રાવળ અને ઇશ્વરભાઇ ચૌધરીને ઝડપી પાડ્યા હતા. રેડ દરમિયાન ઝડપાયેલા ઈસમો પાસેથી રોકડ રકમ રૂ.25 હજાર 800, 6 મોબાઇલ, કિ.રૂ.79 હાજર 500 મળી, કુલ કિ. રૂ.1 લાખ 05 હજાર 300નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...