તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજા:લાઘણજમાં 3 વર્ષ પહેલાં મારામારીના કેસમાં પાંચને 1 વર્ષની કેદ

મહેસાણા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઘર આંગણે થી પશુ લઇ જવાની બાબતે થયો હતો ઝઘડો હુમલામાં ઇજાગ્રસ્ત મહિલાએ પાંચ સામે કરી હતી ફરિયાદ

મહેસાણાના લાઘણજમાં 3 વર્ષ પહેલા ઘર આંગણેથી પશુઓ લઇ જવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં પાંચ શખ્સોએ ઠપકો આપનારને માર માર્યો હતો અને હુમલો કર્યો હતો. આ અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતાં મહેસાણા કોર્ટે પાંચેય આરોપીઓને 1 વર્ષની કેદની સજા ફટકારી છે.

મહેસાણાના લાઘણજમાં 9 એપ્રિલ 2018ના રોજ મામાપરાના ઘરના આંગણમાંથી પશુઓ લઇ જવાની સામાન્ય બાબતે ઠપકો આપવા જતા આરોપીઓએ લાકડી,ધોકા અને પથ્થર મારી સામેના પક્ષ પર હુમલો કર્યો હતો. જેમાં ક્રિષ્નાબેન દંતાણી સહિત લોકોને ઇજાઓ પહોંચી હતી. જેથી આ સમગ્ર મામલે ઇજાગ્રસ્ત થયેલા ક્રિષ્ના બેને 5 આરોપીઓ સામે લાઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ મહેસાણા કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એસ.આર. પ્રજાપતિની દલીલો તેમજ જરૂરી પુરાવાના આધારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.એલ.ચોથાણી સમક્ષ ચાલી જતા આ કેસના આરોપીઓ મનુભાઈ મંગળ ભાઈ દંતાણી ,જીગ્નેશ મનુભાઈ દંતાણી, તેજલ બેન અલ્પેસ ભાઈ દંતાણી, તેમજ ગીતા બેન મનુભાઈ દંતાણીને એક વર્ષની કેદની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો