મહેસાણા જિલ્લામાં આવેલા જોટાણા નજીક એક એજન્ટ પોતાની 20 લાખ કિંમતની ક્રેટા ગાડી લઇ પોતાના મિત્ર સાથે દર્શન કરવા જતાં હતાં. એ દરમિયાન બાઈક પર આવેલા 5 લૂંટારુઓ ગાડી રોકાવી લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.સમગ્ર મામલે લાંઘણજ પોલીસ મથકમાં લૂંટ અંગે ફરિયાદ નોંધાઈ છે.
વિજાપુર તાલુકામાં આવેલા માલોસણ ગામે રહેતા સિદ્ધાર્થ બારોટ જે એજન્ટ તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ફરિયાદીએ પોતાના મિત્ર દિનેશ પટેલ પાસેથી 20 લાખ કિંમતની ક્રેટા ગાડી પોતાના માટે લીધી હતી. બાદમાં 15 લાખ આપી બાકીના રૂપિયા 20 માસ પછી આપવાનો વાયદો કર્યો હતો. ફરિયાદીના મિત્ર દિનેશ પટેલે ફરિયાદીને આપેલી ગાડી લઇને જોટાણા પાસે સુજર ગામે ખોડિયાર માતાના દર્શન કરવા જવાનું કહેતા બે મિત્રો ગાડી લઈ નીકળ્યા હતા.
7 જાન્યુઆરી સાંજે છ કલાકે ગાડી લૂંટાઈ
ફરિયાદી અને તેનો મિત્ર દિનેશ પટેલ અને દેવડ કરણ સિંહ સાથે 20 લાખની ક્રેટા ગાડીમાં સવાર થઈને દર્શન કરવા જતાં હતાં. એ દરમિયાન ખારા ગામ પહોંચતા બપોરે એક કલાકે ગાડી પાછળ આવેલા બે બાઈક પર પાંચ ઈસમોએ ગાડી રોકાવી ચાવી પડાવી લીધી તેમજ દિનેશ પટેલ જોડે માથાકૂટ કરી હતી. ત્યારબાદ ગાડીની લૂંટ કરી આ અજાણ્યા પાંચ લૂંટારું ત્યાંથી ફરાર થઇ ગયા સમગ્ર મામલે સાંઠલ પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ લૂંટ બાબતે ફરિયાદ નોંધી પોલીસે આરોપીઓ ને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.