શૂટિંગ સ્પર્ધા:મહેસાણાના પાંચ શૂટરો 64મી નેશનલ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેશે, પરિવાર અને શહેરીજનોમાં ખુશી

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી સમયમાં દિલ્હી અને ભોપાલ ખાતે 64મી નેશનલ શૂટિંગ સ્પર્ધા યોજાશે

મહેસાણા ખાતે રહેતા પાંચ શૂટરો 64મી નેશનલ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેશે. આ અગાઉ યોજવામા અવેલી જી.વી.માવલકર શૂટિંગ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરતા તેમની પસંદગી કરવામાં આવી છે. પસંદગીના સમાચાર સાંભળતા જ પરિવારજનો અને શહેરીજનોમાં ખુશીની લાગણી છવાઇ છે.

મહેસાણામાં રહેતાં હિમાંશુ ઓઝા, નિખિલ પ્રજાપતિ, આસુ પટેલ, આદિત્ય સકતાવત અને ક્રિશ પટેલ ગત મહિને અમદાવાદ ખાતે યોજાયેલી 30મી જી.વી માવલકર શૂટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં ખેલાડીઓએ સારો દેખાવ કરતાં તેમની પસંદગી આગામી મહિને 4 તારીખથી શરૂ થતી 64મી નેશનલ શૂટિંગ સ્પર્ધા માટે થઈ છે. આ ખેલાડીઓની પસંદગી નેશનલ કક્ષાએ તથા ખેલાડીઓના પરિવાર સહિત મહેસાણા વાલીઓમાં આનંદની લાગણી છવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...