તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં પલટો:હિંમતનગરમાં 2 કલાકમાં પોણો ઇંચ વરસાદ, પોશીનામાં 5 મીમી

મહેસાણા, હિંમતનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પુરાલ - Divya Bhaskar
પુરાલ
  • હિંમતનગરના પુરાલમાં પવન સાથે વરસાદ પડતાં ઝાડ, વીજપોલ ધરાશાયી, મકાનોનાં પતરાં ઉડ્યા, મેઘરજ, મોડાસાના મોટીઇસરોલમાં ઝાપટા પડ્યાં

હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં શુક્રવાર સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતાં કડાકાભડાકા સાથે વરસાદ પડ્યો હતો. જેમાં સાંજના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી હિંમતનગરમાં 20 મીમી એટલે કે પોણો ઇંચ વરસાદ પડ્યો હતો અને ખેડબ્રહ્મામાં 5 મીમી વરસાદ પડ્યો હતો. મેઘરજ, મોટીઇસરોલમાં ઝાપટા પડ્યાં હતા.

હિંમતનગરના પુરાલ ગામે શુક્રવાર સાંજે પવનના સૂસવાટા અને ગાજવીજ સાથે વરસાદ ખાબકતાં હિંમતનગર તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદચંદ્ર પટેલના નિવાસસ્થાનના કંપાઉન્ડમાં આવેલ જાંબુનું ઝાડ અને વીજપોલ ધરાશાયી થયો હતો.જ્યારે ડાહ્યાભાઈ જીવાભાઈ પટેલના મકાનના છતના પતરા ઉડી ગયા હતા.

હિંમતનગરમાં શુક્રવાર સમી સાંજે કડાકાભડાકા સાથે વરસાદ પડતાં માર્ગો પર પાણી ભરાયા હતા.
હિંમતનગરમાં શુક્રવાર સમી સાંજે કડાકાભડાકા સાથે વરસાદ પડતાં માર્ગો પર પાણી ભરાયા હતા.
સાબરકાંઠા વરસાદ
ઈડર0
વડાલી0
હિંમતનગર20
પોશીના5
વિજયનગર0
ખેડબ્રહ્મા0
પ્રાંતિજ0
તલોદ0
(સાંજના 6 થી 8 દરમ્યાન વરસાદ (આંકડા મીમીમાં)

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...