કાર્યવાહી:કડીના દેલ્લામાં રૂ.13,800ની રોકડ સાથે 5 જુગારી ઝડપાયાં

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોકડ, ત્રણ મોબાઈલ મળી રૂ.19,600ની મત્તા જપ્ત

બાવલુ પોલીસે કડી તાલુકાના દેલ્લા ગામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં 5 શખ્સોને રૂ.13 હજારની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા.બાવલુ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ખાનગી બાતમી મળી હતી કે દેલ્લા ગામે તળાવ પાસે ખુલ્લી જગ્યામાં મુનાવર કુરેશી બહારથી માણસો બોલાવી જાહેરમાં જુગાર રમાડી રહ્યો છે. જેને આધારે પોલીસે રેડ કરી 5 જુગારીઓને રૂ.19,600ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

ઝડપાયેલા જુગારી

  • 1 - ઈકબાલખાન મહોબતખાન પઠાણ (રહે. સરખેજ, મકરબા)
  • 2 - સોહીલ ઈસ્માઈલભાઈ કુરેશી (રહે.દેલ્લા, તા.કડી)
  • 3 - મુનાવરખાન કમજીખાન પઠાણ (રહે. વિરોચનનગર, તા.સાણંદ)
  • 4 - મૌસીનખાન અયુબખાન મલેક (રહે. વિરોચનનગર, તા.સાણંદ)
  • 5 - મુનાવર કાળુભાઈ કુરેશી (રહે.દેલ્લા, તા.કડી)
અન્ય સમાચારો પણ છે...