તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર બ્રેકિંગ:જોટાણા તા.પંચાયતની તિજોરીમાંથી પાંચ ચેક ચોરાયા, એક ચેકથી રૂ.2.19 લાખ ઉપડી ગયા

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચાર દિવસથી કુલડીમાં ગોળ ભાગતું વહિવટી તંત્ર દોડતું થયું, પોલીસમાં ચેક ગુમ થયાની અરજી અપાઇ
 • આઇઆરડી શાખામાંથી ચોરાયેલા ચેક પ્રકરણમાં ડીડીઓએ ખાતકીય તપાસ સોંપતાં ખળભળાટ

મહેસાણા જિલ્લા પંચાયતમાં 5 વર્ષ અગાઉ તત્કાલિન હિસાબી અધિકારીએ ચોરી કરેલા 3 ચેક વટાવી રૂ.2.90 કરોડની ઉચાપત કરવાના બહુચર્ચિત કેસ બાદ આવું જ એક પ્રકરણ જોટાણા તાલુકા પંચાયતમાં ખુલ્યું છે. જોટાણા તાલુકા પંચાયતના આઇઆરડી શાખાની તિજોરીમાંથી 15 દિવસ દરમિયાન ચોરી થયેલા 5 ચેક પૈકીના એક ચેકની રૂ.2,19,600 રકમ નંદાસણના માર્બલના વેપારીના બેંક એકાઉન્ટમાં જમા થઇ છે, ત્યારે આ ચેક માર્બલના વેપારી પાસે ક્યાંથી આવ્યો, તેને કોણે આપ્યો, તિજોરીમાંથી ચેક કોણે ગુમ કર્યા, અન્ય 4 ચેક ક્યાં છે સહિતના ઉઠેલા સવાલો વચ્ચે જિલ્લા વિકાસ અધિકારીએ ખાતાકીય તપાસ સોંપતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.આ મામલે સાંથલ પોલીસેઅરજીના આધારે તપાસ શરૂ કરી છે.

જોટાણા તા.પંચાયતની આઇઆરડી શાખાની તિજોરીમાંથી ચોરી થયેલા 5 ચેક પૈકીનો એક બારોબાર અન્યના ખાતામાં વટાવ થવાના મામલે વહિવટી તંત્ર દોડતું થયું છે. કહેવાય છે કે, ગત 14 જાન્યુઆરી બાદ ક્યારે આ 5 ચેકો ગુમ થયા તે સંબંધે ફરજ પરના ક્લાર્કથી માડી કર્મચારીઓ અજાણ હોવાનું કહી કુંલડીમાં ગોળ ભાગી રહ્યા છે. ત્યારે આ બહુચર્ચિત મામલે જિલ્લા વિકાસ અધિકારી મનોજ દક્ષિણીએ ખાતાકીય તપાસ સોંપી ચેક સંબંધે જવાબદારી નક્કી કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. સાંથલ પોલીસે અરજીને આધારે તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસની અરજીને આધારે નિવેદનની કામગીરી શરૂ
સાંથલ પીએસઆઇ મનોજ રાઠોડે કહ્યું કે, જોટાણા તાલુકા પંચાયતના ક્લાર્કે 5 ચેક ગુમ થવા અંગે અરજી આપતાં બે ક્લાર્કનાં નિવેદન લેવાયાં છે. ઓફિસમાં સીસીટીવી કેમેરા ન હોઇ કોણ ચેક લઇ ગયા તે તપાસનો વિષય છે. આ સંબંધે તપાસ બાદ ફરિયાદ નોંધાઇ શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો