તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુસ્ત બંદોબસ્ત:મહેસાણામાં પાંચ આરોપી અને પાલનપુરમાં કેદીને કોરોના પોઝિટિવથી પોલીસ બેડામાં ફફડાટ

મહેસાણા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લાંઘણજ પોલીસે પકડેલા 5 આરોપીઓ અને છઠીયારડામાં 49 વર્ષિય રિક્ષા ચાલકનો રિપોર્ટ પોઝિટિવ, પાલનપુરમાં દારૂ ભરેલા કન્ટેનર સાથે ઝડપાયેલ ડ્રાઇવરને કોરોના

લાંઘણજ પોલીસે ચોરી અને મારામારીના ગુનામાં પકડેલા 5 આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેસાણા તાલુકાના ચલુવા અને ધાંધુસણ ગામના 9 આરોપીઓ પૈકી 5 નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસબેડામાં હડકંપ મચ્યો છે.અને કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવેલા પોલીસકર્મીઓમાં પણ ભયનો માહોલ ઊભો થયો છે. લાંઘણજ પોલીસ સ્ટેશનને સેનેટાઈઝ કરાયુ હતુ.અને ચલુવા અને ધાંધુસણગામમાં પ્રવેશ બંધી કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.જ્યારે છઠીયાર ડાગામના 49 વર્ષિય રિક્ષા ચાલકનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામા કોરોના પોઝિટિવનો આંકડો 67 પર પહોંચ્યો છે.   ધાંધુસણ ગામની સીમમાં એલએન્ડટી કંપનીના સ્ટોર્સમાંથી તાજેતરમાં 2.92 લાખના ઇલેક્ટ્રીક સામાનની થયેલ ચોરીના ગુનામા લાંઘણજ પોલીસે ધાંધુસણ ગામના 7 આરોપીઓની ધરપકડ કરી તપાસના કામે પોલીસ સ્ટેશનમાં રાખ્યા હતા. તેમજ મારામારીના ગુનામા ચલુવાના બે શખ્સોની અટકાયત કરાઇ હતી.ઉપરોકત બન્ને ગુનાના 9 આરોપીઓને તપાસ બાદ સબજેલમાં મોકલતા પહેલા બે દિવસ અગાઉ નિયમ મુજબ મહેસાણા સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલમાં દાખલ કરીને સેમ્પલ લેવાયા હતા.જેમાં 5 આરોપીઓનો રિપોર્ટ  પોઝિટિવ આવતા તમામને સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલમાં આઇસોલેટ કરાયા હતા.પોલીસ સ્ટેશનમાં રખાયેલા આરોપીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસતંત્રની સાથોસાથ આરોગ્ય વિભાગ દોડતુ થઇ ગયુ છે.તમામ આરોપીઓને લાંઘણજ પોલીસ સ્ટેશનમાં રખાયેલ હોઇ તેમના સંપર્કમા આવેલા પોલીસકર્મીઓ સંબંધે આરોગ્ય વિભાગે સર્વે શરૂ કરી પોલીસ સ્ટેશનને સેનેટાઈઝ કરાયુ હતુ.જિલ્લા પોલીસવડા મનિષસિંહે કહ્યુ કે, અારોપીઓની અટક આરોગ્યની ગાઇડલાઇન મુજબ પ્રોટેકશન સાથે કરાઇ હતી. બીજીબાજુ છઠીયારડામાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે.જેમા 49વર્ષના રિક્ષા ચાલકને ગામના સંક્રમિતોના સંપર્કમાં આવવાના કારણે  રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલમાં આઇસોલેટ કરાયા છ. પાલનપુર|પાલનપુરમાં જુના આરટીઓ સર્કલ પાસેથી બુધવારે સ્ટેટ મોનીટરીંગ સેલે 66લાખના દારૂ ભરેલા કન્ટેનર સાથે ડ્રાયવરને ઝડપ્યો હતો. જે કોરોના પોઝિટિવ નીકળતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે.પાલનપુરમાં પોઝિટિવ આવનાર 32વર્ષીય ક્રિષ્ના છગન વૈરાગીને દારૂ ભરેલા કન્ટેનર સાથે ઝડપી પશ્ચિમ પોલીસ મથકમાં લાવવામાં આવ્યો હતો. પૂછપરછમાં તેણે તેના ઓળખીતા નંદસિંહ રાઠોડ(રહે.શાસ્ત્રીનગર, કિશનગઢ-અજમેર) જે હરિયાણાથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ટ્રકો દ્વારા ગુજરાતમાં મોકલે છે તે ગુજરાતમાં દારૂ લઈ જવાના અને પાયલોટિંગ કરવાના એક ટ્રીપના 30 થી 35 હજાર રૂપિયા આપે છે. પાંચ દિવસ પહેલા નંદસિંહ રાઠોડે હરિયાણાથી વિદેશી દારૂ ભરેલી કન્ટેનર આપી ગુજરાતના શામળાજી આવેલ હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો