તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૌંભાંડ:મહેસાણામાં વોલેન્ટરોના આધારકાર્ડને સ્કેનિંગ કરી નકલી આધારકાર્ડ બનાવતાં પાંચ આરોપીઓ ઝડપાયા

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • LCBએ બનાવટી આધારકાર્ડ, કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિત કુલ 105150નો મુદ્દામાલ ઝડપી પાડ્યો
  • કોમ્પ્યુટરમાં પેઇન્ટ નામના સોફ્ટવેરમાં નકલી આધારકાર્ડ બનાવતાં હોવાનો ખુલાસો

મહેસાણામાં નકલી આધારકાર્ડ બનાવતાં ઇસમોને LCBએ ઝડપી પાડ્યા છે. ગઇકાલે મહેસાણા LCBની ટીમે ચોક્કસ બાતમી આધારે D-Mart નજીક એક ખાનગી કંપનીમાં રેઇડ કરી હતી. જ્યાં વોલેન્ટરોની સ્ટડીમાં સંખ્યા વધારવાના હેતુથી વોલેન્ટરોના આધારકાર્ડને સ્કેનિંગ કરી નકલી આધારકાર્ડ બનાવતાં પાંચ આરોપીઓ ઝડપાયા હતા. LCBએ કાર્યવાહી દરમ્યાન કુલ 1.05 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી તમામ સામે મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

વોલેન્ટરોના આધારકાર્ડને સ્કેનિંગ કરીને ફોટાને બદલી દેતા
મહેસાણા LCBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, મહેસાણા-પાંચોટ બાયપાસ નજીકના રાધે પેલેડીયમ નામના કોમ્પલેક્ષમાં વિડા ક્લિનિકલ રીસર્ચમાં સ્ટડી માટે આવતાં વોલેન્ટરોના આધારકાર્ડને સ્કેનિંગ કરી તેમાં ઉંમર અને ફોટા બદલી નકલી આધાર કાર્ડ બનાવાવે છે. જે બાતમીના આધારે LCB PIની સુચનાથી ટીમે તાત્કાલિક રેડ કરી પાંચ ઇસમોને ઝડપી પાડ્યા હતા.

પાંચ આરોપી સહિત કુલ 105150નો મુદ્દામાલ જપ્ત
મહેસાણામાં સ્ટડી માટે આવતાં વોલેન્ટરોના આધારકાર્ડ સ્કેન કરી નકલી આધારકાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગઇકાલે LCBને પાંચ ઇસમોને ઝડપી પુછપરછ કરતાં તેઓ કોમ્પ્યુટરમાં પેઇન્ટ નામના સોફ્ટવેરમાં નકલી આધારકાર્ડ બનાવતાં હોવાનો ખુલાસો થયો હતો. કાર્યવાહી દરમ્યાન LCBએ બનાવટી આધારકાર્ડ, કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિત કુલ 105150નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે પાંચ આરોપીઓ સામે મહેસાણા તાલુકા પોલીસ મથકે આઇપીસી કલમ 465, 468, 471 અને આઇટી એક્ટ કલમ 65, 66(c) અને 66(D)મુજબ ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો