રાષ્ટ્રીય વાઇરલ હિપેટાઇટિસને લઈ મહેસાણા જિલ્લાના પ્રથમ મીટીંગ યોજવામાં વાગી.કલેક્ટર કચેરીમાં કલેક્ટરના અધ્યક્ષ સાથે આ મીટીંગ યોજવામાં આવી જેમાં.મીટીંગમાં વાઇરલને લઇ અધિકારીઓ અને ડોક્ટરો વચ્ચે ચર્ચા કરાઈ ત્યારબાદ કમિટીની રચના કરવામાં આવી આ મીટીંગ જિલ્લામાં પ્રથમવાર યોજવામાં આવી હતી.
કલેક્ટર મહેસાણા ના અધ્યક્ષ સ્થાને વાઇરલ હિપેટાઇટીસ કંટ્રોલ પ્રોગ્રામ મિટીંગ યોજવમા આવી આ મીટીંગમાં જિલ્લા વિકાસ અધિકારી,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી, સિવિલ સર્જન મહેસાણા, જિલ્લા એપેડેમિક ઑફિસર મહેસાણા તેમજ સિવિલ હોસ્પિટલ મહેસાણા ના એક્સ્પર્ટ ડોકટર પેનલ હાજર રહ્યા હતા. જેમાં વાઇરલ હિપેટાઇટીસ થી થતી અનેક પ્રકાર ની સમસ્યાઓ જેવા કે હિપેટાઇટીસ એ, બી, સી,ડી, ઇ ના ઇંફેક્શન થી શરીર ના અલગ અલગ ભાગ માં કેંસર, લિવર ફેઈલર જેવી સમસ્યાઓ ઉદભવી શકે છે જેના પરીણામે વ્યક્તી નુ મ્રુત્યુ પણ થઈ શકે છે. જેની રોકથામ માટે તમામ પ્રકારની સારવાર સરકાર દ્વારા વિનામુલ્યે ઉપલબ્ધ છે પરંતુ તેના નિદાન માટે આજ જિલ્લા વિકાસ અધિકારી મહેસાણા દ્વારા અત્યાધુનીક નિદાન ચિપ્સ માટે મંજુરી આપવામાં આવી હતી.
તેમજ મહેસાણા જિલ્લા મા વાઇરલ હિપેટાઇટીસ ના ચેપિ દર્દી છુટી ના જાય તે માટે જિલ્લા માં તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલ તેમજ પ્રાઇવેટ લેબ, બ્લડબેંક , ગાયનેક હોસ્પિટલ માં આવતા હિપેટાઇટીસ ના દર્દિઓ ની માહીતી તાત્કાલિક અસર થી જિલ્લા આરોગ્ય વિભાગ ને મળી રહે તે માટે વ્યવસ્થા ઉભી કરવામાં કલેક્ટર આદેશ કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.