ભાવ વધારાની અસર:મહેસાણામાં ઔધોગિક એકમોની આગ બુઝાવવા જવાના ફાયર ફાઇટરના ભાડા વધારવામાં આવશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીઝલ ભાવ વધતા મહેસાણા પાલિકા ફાયર શાખાની દરખાસ્ત

ડીઝલના ભાવ કુદકેને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે મહેસાણા નગરપાલિકાની ફાયર શાખા દ્વારા શહેર બહારના ઔધોગિક એકમોની આગ બુઝાવવા જવાના ફાયર ફાઇટરના ભાડામાં વધારો કરવામાં આગામી 25મીએ મળનારી સભામાં દરખાસ્ત કરાઈ છે.

આ અંગેનો આખરી નિર્ણય પાલિકાના પદાધિકારીઓ અને નગરસેવકો કરશે પાલિકા તરફથી જાણવા મળ્યા મુજબ શહેરી વિસ્તારોમાં કોઈ પણ રહેણાક કે કોમર્શિયલ કે ઔદ્યોગિક સ્થળ પર આગ લાગે તો પાલિકા દ્વારા તેની પાસેથી એક પણ રૂપિયો લીધા વગર આગ કાબુમાં લેવાની કામગીરી કરાય છે. જ્યારે પાલિકાની હદ બહાર કોઈ ઔધોગિક એકમોમાં આગ લાગે ત્યારે બ્રાઉઝરના રૂ 25 પ્રતિ કિલોમીટર અને મીની ફાયરના રૂ 15 પ્રતિ કિલોમીટર ચાર્જ લેવાય છે.

આ ચાર્જ જ્યારે નક્કી કરાયો ત્યારે ડીઝલના ભાવ રૂ 50 પ્રતિ લીટર આસપાસ હતા હાલમાં ડિઝલનો ભાવ રૂ 100 થઈ ગયો છે. જેના કારણે શહેરની બહાર જ્યારે કોઈ ઔધીગક એકમમાં આગ લગે ત્યારે પાલિકાને નુકશાન ન થાય તે માટે ભાવ વધારાની દરખાસ્ત સાધારણ સભામા કરાઈ છે. આ માટેની આખરી નિર્ણય પાલિકાના પદાધિકારીઓ અને નગર સેવકો કરશે.

અન્ય સમાચારો પણ છે...