તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગ:વિજાપુરમાં પૂળા ભરેલી ટ્રકમાં આગ લાગતા અફરાતફરી, ફાયર ફાઇટરે આગ પર કાબુ મેળવ્યો

મહેસાણા8 દિવસ પહેલા
  • ટ્રકમાં ભરેલા પૂળાને વીજ વાયર અડતા પૂળામાં આગ લાગી હતી

વિજાપુરના ખરોડ ગામમાંથી પૂળા ભરીને નીકળી રહેલા ટ્રકમાં ભરેલા પૂળાને વીજ વાયર અડતા પૂળામાં આગ લાગી હતી. જેમાં આગ લાગતા પાલીકાના ફાયર ફાઇટર તેમજ લાડોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને ફાયર ફાઇટરોએ આગને કાબુમાં લીધી હતી. આ આગમાં કોઈ અનહોની ઘટના બને તે પહેલા આગ ઉપર કાબુ લેવાનો પ્રયાસ કરવામાં આવતા આગ ઉપર કાબુ મેળવાયો હતો.

સ્પાર્ક થતા પૂળાઓમાં આગ લાગતા દોડાદોડ મચી
ખરોડ ગામથી 1700 થી વધુ પૂળાઓ ફરી પ્રજાપતિ પરેશભાઈ ગોવિંદભાઇ પોતાની આઈશર લઈને નીકળ્યા હતા. તે દરમ્યાન લટકતા વીજળીના વાયરો સાથે ભરેલા પૂળા અથડાતા સ્પાર્ક થતા પૂળાઓમાં આગ લાગતા દોડાદોડ મચી જવા પામી હતી. વધુ આગ ફેલાય તે પહેલાં વિજાપુર પાલીકાના ફાયર ફાઇટર સાથે ફાયર મેનો કુલદીપ પટેલ, રાજન પટેલ, નિકુલ પટેલ સહીત ઘટના સ્થળે પહોચ્યો હતા

આગને સમયસર કાબુમાં લેવામાં આવતા અન્ય વધુ નુકસાન થતું અટક્યું
લાડોલ પોલીસને જાણ કરતા તે પણ ઘટના સ્થળે પહોંચી હતી. તથા ખરોડ ગામના સરપંચ મહેશજી ઠાકોરે જણાવ્યું હતુ કે આઈશરમાં ભરેલા પૂળાઓમાં લાગેલી આગને સમયસર કાબુમાં લેવામાં આવતા અન્ય વધુ નુકસાન થતું અટક્યું હતુ. જોકે પૂળા બળી જતાં પૂળાનું વધુ નુકસાન થયું હતુ. ઘટનાની જાણને પગલે સરપંચ મહેશજી તેમજ તાલુકા પંચાયતના સદસ્ય તેમજ પૂર્વ જીલ્લાના પ્રમુખ નિતીનભાઇ પટેલ સહિત ઘટના સ્થળે પહોચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...