જાહેરનામું:દિવાળીમાં રાત્રે 8થી 10 બે કલાક જ ફટાકડા ફોડી શકાશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિક કલેક્ટરે દિવાળીનું જાહેરનામું બહાર પાડ્યું
  • બેસતા વર્ષે રાત્રે 11-55 થી 12-30 સુધી ફટાકડા ફોડી શકાશે

દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દિવાળીના તહેવારોમાં રાત્રે 8 થી 10 બે કલાક તેમજ નૂતન વર્ષના દિવસે 11-55થી લઈ રાત્રિના 12-30 સુધી ફટાકડા ફોડવાનું રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વિદેશી ફટાકડાના આયાત અને વેચાણ કે તેને રાખવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવાયો છે.

મંગળવારે જિલ્લાના અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાળાએ જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં દિવાળીના તહેવારોમાં રાત્રે 8 થી 10 બે કલાક અને નૂતન વર્ષ, ક્રિસમસના તહેવારમાં સમય રાત્રિના 11-55 થી 12-30 સુધી લોકો ફટાકડા ફોડી શકશે. આ જાહેરનામામાં હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર, નર્સિંગ હોમ, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલય અને ધાર્મિક સ્થળ સહિતના 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન જાહેર કરાયો છે. એમેઝોન, ફ્લિપકાર્ટ સહિત કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ ફટાકડાના વેચાણ માટેનો ઓનલાઈન ઓર્ડર લઈ શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...