કામગીરી:જિલ્લામાં માત્ર 9% સ્કૂલોમાં ફાયર એનઓસી, સેલ્ફ ડિક્લેરેશન પ્રક્રિયા મોનિટરિંગના અભાવે ઘાતક સાબિત થઇ શકે

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 9 મીટરથી ઓછી ઉંચાઈની 1444 શાળાઓએ શિક્ષણ વિભાગમાં ફાયર વ્યવસ્થા અંગે સેલ્ફ ડિક્લેરેશન જમા કરાવ્યા
  • 137 શાળાએ પર્યાપ્ત સિસ્ટમ લગાવી ફાયર NOC મેળવી

9 મીટરથી ઓછી ઉંચાઈ ધરાવતી સ્કૂલને ફાયર એનઓસીની જરૂર નથી, પરંતુ સ્કૂલે સેલ્ફ ડિક્લેરેશન આપવાનું હોય છે. મહેસાણા જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક 1586 સ્કૂલોમાંથી 1444 સ્કૂલો પાસે ફાયર એનઓસી નથી. આ સ્કૂલો 9 મીટરથી ઓછી ઉંચાઇની હોઇ સેલ્ફ ડિક્લેરેશન આપ્યું છે. જોકે, આ સ્કૂલો દ્વારા સેલ્ફ ડિક્લેરેશન આપવાની પ્રક્રિયામાં ફાયર વિભાગ જોડાયેલો ન હોઇ સ્કૂલોએ ફાયરના નિયમો પ્રમાણે યોગ્ય વ્યવસ્થા કરી છે કે નહીં તેની માહિતી એક્ક્ષપર્ટની ચકાસણી બાદ થઇ શકે.

ફાયરના તજજ્ઞ સૂત્રોના મતે, સેલ્ફ ડિક્લેરેશન પ્રક્રિયા મોનિટરિંગના અભાવે ઘાતક સાબિત થઇ શકે છે.જિલ્લામાં સરકારી પ્રાથમિક 986 સ્કૂલો પૈકી 957 સ્કૂલે સેલ્ફ ડિક્લેરેશન આપ્યા છે, જ્યારે 9 મીટરથી ઊંચી 29 પૈકી 24 સ્કૂલે ફાયર એનઓસી મેળવી છે. હજુ 5 સ્કૂલની એનઓસી પ્રક્રિયા હેઠળ છે.

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક 356 સ્કૂલ પૈકી માત્ર 54 સ્કૂલ ફાયર એનઓસી ધરાવે છે, જ્યારે 302 સ્કૂલના સેલ્ફ ડિક્લેરેશન શિક્ષણ વિભાગમાં રજૂ થયા છે. આ ઉપરાંત, સેલ્ફ ફાઇનાન્સ 244 પ્રાથમિક સ્કૂલો પૈકી 185 સ્કૂલે સેલ્ફ ડિક્લેરેશન આપી પ્રક્રિયા પૂરી કરી છે, જ્યારે 59 સ્કૂલે ફાયર એનઓસી મેળવી છે.

ફાયર NOC અને સેલ્ફ ડિક્લેરેશન ધરાવતી સ્કૂલો

તાલુકોશાળાફાયર NOCસેલ્ફ ડિક્લેરેશન
બહુચરાજી97493
જોટાણા58156
કડી18513170
ખેરાલુ1195104
મહેસાણા23719216
સતલાસણા97493
વડનગર1324128
વિસનગર15111140
વિજાપુર1778169
ઊંઝા89980
ખાનગી24459185
કુલ15861371444

નવ મીટરથી ઓછી ઉંચાઇ હોય પરંતુ એક માળની શાળા હોય તો હોજરીલ સિસ્ટમ રાખવાની હોય છે
મહેસાણા ફાયર વિભાગના સૂત્રોએ કહ્યું કે, 9 મીટરથી ઓછી ઉંચાઇ હોય પણ ગ્રાઉન્ડ ફ્લોર અને એક માળની સ્કૂલ હોય તો નેશનલ બિલ્ડિંગ કોડ 2016 મુજબ હોજરીલ સિસ્ટમ મૂકવાની હોય છે. એસ્ટિંગ્યુશર તો ખરૂં જ. દર માળ પર બે ફાયર એસ્ટિંગ્યુશર મુકવાના હોય છે. જ્યારે 9 મીટરથી ઓછી ઉંચાઇ હોય પણ સેગ્મેન્ટમાં 200 ચોરસ મીટરથી વધુનું સ્ટ્રક્ચર હોય તો સ્પ્રીન્કલર સિસ્ટમ હોવી જરૂરી છે. ટેરેસ પર એક હજાર લિટર પાણીની ટાંકી મૂકવાની હોય છે. જોકે, સ્કૂલે જાતે સિસ્ટમ પર્યાપ્ત હોવા અંગેના સેલ્ફ ડિક્લેરેશન શિક્ષણ વિભાગમાં આપવાના હોય છે, ફાયર વિભાગ પાસે આ અંગે કોઇ ડેટા નથી કે ચકાસણીની સૂચના પણ નથી.

અન્ય સમાચારો પણ છે...