બર્નિંગ કાર:મહેસાણાની મોઢેરા ચોકડી પાસે અલ્ટો ગાડીમા આગ લાગતા લોકોમાં અફડાતફડી મચી, આગ પર કાબૂ મેળવાયો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારમાં આગ લાગવા પાછલનું કારણ અકબંધ

મહેસાણા શહેરમાં મોઢેરા ચોકડી પાસે આજે એક અલ્ટો ગાડીમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાની જાણ આસપાસના લોકોને થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી.

મહેસાણા શહેરમાં હાલમાં બજારોમાં દિવાળીના તહેવારને લઈને ભીડ જામી છે. જોકે હાલમાં તમામ રોડ રસ્તાઓ પર મોટી સંખ્યામાં ગાડીઓની કતારો જોવા મળી રહી છે. એવામાં મોઢેરા ચોકડી પાસે આજે એક અલ્ટો ગાડીમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જોકે આસપાસના દુકાનદારો અને રાહદારીઓમાં અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગ્યાની જાણ થતાં લોકો ના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક મહેસાણા ફાયર વિભાગ ને જાણ કરતા ફાયરની ગાડી ઘટના સ્થળે દોડી આવી ગાડીમાં લાગેલી આગ બુઝાવી હતી. જોકે આગ ક્યાં કારણો સર લાગી એ હજુ અંકબધ છે.

અન્ય સમાચારો પણ છે...