ટ્રાફિક પોલીસ પોઇન્ટ શરૂ:આખરે અકસ્માત ઝોન નાગલપુર પાટિયે ટ્રાફિક પોલીસ પોઇન્ટ શરૂ

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા નાગલપુર પાટિયા આગળ વારંવાર અકસ્માતો સર્જાતા હોઇ આખરે ટ્રાફિક નિયમન માટે પોલીસ પોઇન્ટ શરૂ કરાયો છે. અહીં વાહનોની ગતિ ધીમી કરવા વધુ જગ્યાએ રબલ સ્ટ્રીપ લગાવાયાં છે. વાઇડ એન્ગલથી સિમંધર દેરાસર સુધી રૂટનું ધારાસભ્ય અને પાલિકા ઉપપ્રમુખે ઇજનેર, પોલીસ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જેમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા વિકાસનગર અને પશાભાઇ પેટ્રોલપંપ નજીક મુખ્ય માર્ગ વચ્ચે (ડિવાયડર)ના કટ આગામી દિવસો બંધ કરવાનું આયોજન કરાયું છે.

મોઢેરા અંડરપાસ થયાની સાથે સાથે છેક વાઇડ એન્ગલથી ડેરી સુધી મુખ્ય હાઇવેનું નવિનીકરણ અને બંને સાઇડ સર્વિસ રોડ પહોળો થયો છે. આવામાં અમદાવાદ-પાલનપુર તરફનો આ મુખ્ય માર્ગ હોઇ વાહન ટ્રાફિક સતત વધી રહ્યો છે. ત્યાં નાગલપુર પાટિયા નજીક તાજેતરમાં એક વિદ્યાર્થિનીને ગાડીની ટક્કરથી હેમરેજ થતાં પદાધિકારીઓ, અધિકારીઓ ટ્રાફિક નિયમન વધુ અસરકારક બનાવવા હરકતમાં આવ્યા છે. શુક્રવારે સ્થળ પર ધારાસભ્ય મુકેશભાઇ પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ કાનજીભાઇ દેસાઇ, ટ્રાફિક પીએસઆઇ વિણાબેન સોલંકી, માર્ગ અને મકાન નાયબ ઇજનેર જય પટેલ સહિતની ટીમે કટઆઉટ પોઇન્ટ તેમજ ટ્રાફિક વ્યવસ્થા અંગે પરામર્શ કર્યો હતો. અહીં સુચનના પગલે ત્વરિત નાગલપુર પાટિયે ટ્રાફિક પોલીસ પોઇન્ટ કાર્યરત કરી દેવાયો છે.

માર્ગ અને મકાન વિભાગને થોડા અંતરમાં વધુ બે રબરસ્ટ્રીપ બનાવવા સુચવાયું હતું. ટ્રાફિક પોલીસને બસપોર્ટ, મોઢેરા ચોકડી અને રાધનપુર ચોકડી આગળ વાહનોને મેમા આપવાની કામગીરીમાં ગાડીઓ ઉભી રહેતી હોઇ તેના બદલે વાઇડ એન્ગલ અને ડેરી આગળ બંને છેડાના પોઇન્ટે કરવા સૂચન કરાયું હતું. જેથી વચ્ચેના આખા રોડમાં પોલીસ માત્ર વાહન ટ્રાફિક નિયમનમાં જ કામ કરી શકે. મુખ્ય રોડમાં કટ અંગે પણ વિગતે પરામર્શ કરાયો હતો. જ્યારે નાગલપુર કોલેજ નજીક અને પશાભાઇ પંપ નજીક સાંસદ શારદાબેન પટેલ અને પૂર્વ ધારાસભ્ય નીતિન પટેલની ગ્રાન્ટમાંથી મંજૂર બસસ્ટોપ બનાવવાનું કામ ઝડપથી શરૂ થાય તે માટે સૂચના અપાઇ હતી.

આખરે અકસ્માત ઝોન નાગલપુર... વિકાસનગર અને પશાભાઇ પેટ્રોલપંપ નજીક મુખ્ય માર્ગ વચ્ચે ક્રોસિંગ કટ વાહનોના આવન જાવન બંધ કરવાનું આયોજન કરાયું છે. અહીં પશાભાઇ પેટ્રોલપંપ સાઇડથી વાહન ચાલકે સામે વી-માર્ટ સાઇડ જવું હોય તો ક્રોસિંગ બંધ થયા પછી નાગલપુર પાટિયા ક્રોસિંગથી જઇ શકશે. આ ઉપરાંત, સર્વિસ રોડ પહોળો કરાયા પછી કેટલાક ગેરેજ વગેરેનાં દબાણો થયાં છે. અહીં પટ્ટામાં વાહન પાર્કિંગની જગ્યા છોડી બાકીની જગ્યા ખુલ્લી રહે તેવી રીતે રસ્તાની બંને સાઇડમાંથી દબાણો દૂર કરવાનું તંત્રએ આયોજન વિચારણામાં લીધું છે. ડાંગરવાથી ઝડપાયેલ .

આ ફેક્ટરી ચલાવતો હોવાનું બહાર આવતાં પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની રેડ બાદ ઊંઘમાંથી જાગેલા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મહેસાણા કચેરીના અધિકારીઓએ ગુરુવારે ફેક્ટરીમાં સ્થળ તપાસ કરી કોઈપણ જાતની પરવાનગી કે રજીસ્ટ્રેશન વિના ચાલતી આ ફેક્ટરી અંગે ગાંધીનગર કચેરીએ રિપોર્ટ કર્યો હતો અને ત્યાર બાદ ક્લોઝર નોટિસ આપવામાં આવશે તેમ અધિકારી રાઠોડે જણાવ્યું હતું.સોડિયમ સાયનાઈડથી જંતુનાશક દવા બનાવાય છે નીમકોટેડ યુરિયા ખાતરમાંથી તૈયાર થતાં સોડિયમ સાયનાઈડમાંથી જંતુનાશક દવાઓ બનાવવામાં આવતી હોવાનું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીએ જણાવ્યું હતું.

નાગલપુર પાટિયાના સીસીટીવી કેમેરા લીંક અને કનેક્ટિવિટી ન હોવાથી બંધ હાલતમાં

બુધવારે સવારે ઘેરથી સાયકલ લઈને શાળાએ જતી 11 વર્ષની છાત્રાને નાગલપુર પાટિયા નજીક વાહન ચાલક ટક્કર મારી નાસી છૂટ્યો હતો. છાત્રાને બ્રેઇન હેમરેજ થતાં હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે ત્યારે તપાસમાં નાગલપુર પાટિયા નજીક લગાવેલા સીસીટીવી ઘણા સમયથી બંધ હોવાનું બહાર આવ્યું છે. જો આ સીસીટીવી ચાલુ હોત તો વાહન ચાલકને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી લીધો હોત તેમ છાત્રાના પરિવારજનો અને સ્થાનિક લોકો કહી રહ્યા છે. પોલીસ અધિકારીએ બીએસએનએલની લીંક અને કનેક્ટિવિટી ન હોવાથી કેમેરા બંધ હોવાનું સ્વીકાર્યું હતું. સાથે અહીં સીસીટીવી લગાવ્યા જ ન હતા, પરંતુ અંડરપાસ બન્યા પછી અન્ય જગ્યાએથી અહીં આ સીસીટીવી શિફ્ટ કરાયા હોવાનું તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...