મહેસાણા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પૂર્વે આખરી મતદાર યાદી પ્રાંત અધિકારી દ્વારા જાહેર કરા છે. જેમાં ઇતર મંડળીના પ્રતિનિધિ માટે બે બેઠક સામે બે જ મંડળી મતદાર હોઇ આ બંને બેઠકો બિનહરીફ થશે. જ્યારે 12 બેઠકમાં કુલ 54 મંડળી મતદારો છે.
તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.માં વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓ અને સેવા સહકારી મંડળીના પ્રતિનિધિઓમાંથી 12 સભ્યો ચૂંટાશે. આ 12 વિભાગમાં કુલ 54 મતદાર મંડળીઓ છે. ઇતર મંડળીઓમાં ધોળા દૂધ મંડળી તેમજ સોમનાથ ખેત પેદાશ પ્રોસેસિંગ અને વેચાણ મંડળી એમ બે જ મંડળી હોઇ આ બંને બેઠક બિનહરીફ થશે. હજુ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઇ છે, ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.