ચૂંટણી:જિલ્લામાં પુરવણી સાથે ફાઇનલ મતદાર યાદી તૈયાર, 1723નો ઉમેરો, 2192 કમી

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 ઓક્ટોબરે પ્રસિદ્ધ યાદી બાદ નવા, કમી, સુધારાના મતદારોની પુરવણી યાદી બનાવાઈ

મહેસાણા જિલ્લામાં વિધાનસભાની સાત બેઠકદિઠ પુરવણી મતદાર યાદી સાથે મતદારયાદી આખરી કરવામાં આવી છે. જેમાં ખાસ સંક્ષિપ્ત મતદારયાદી સુધારણાના અંતે 10 ઓક્ટોબરે પ્રસિધ્ધ કરાયેલ મતદારયાદી બાદ યાદીમાં નવા નામ ઉમેરવા માટે 7 નવેમ્બર સુધી ફોર્મ લેવાયા હતા. તેમજ કમી અને સુધારા માટે તા. 3 નવેમ્બર સુધી તંત્ર દ્વારા ફોર્મ લેવાયા હતા,જેની પુરવણી મતદારયાદી પણ તૈયાર કરી દેવામાં આવી છે અને આ ચૂંટણી માટે પુરવણી સાથે મતદારયાદી ફાઇનલ કરવામાં આવી છે. જેમાં જિલ્લામાં 10 ઓક્ટોબરની પ્રસિધ્ધી પછી 1723 મતદારોનો ઉમેરો થયો છે.

આ રહી ફાઇનલ મતદારયાદી

વિધાનસભાપુરુષસ્ત્રીથર્ડ જેન્ડરકુલ
ખેરાલુ1162391080532224294
ઊંઝા1204111123944232809
વિસનગર1188861106592229547
બહુચરાજી13272912511619257864
કડી1453831350323280418
મહેસાણા1451981354102280610
વિજાપુર11552710879611224334
કુલ894373835460431729876

કેટલા મતદારનો વધારો, કેટલા કમી

વિધાનસભાવધારોકમીસુધારો
ખેરાલુ202143229
ઊંઝા167228302
વિસનગર251373268
બહુચરાજી166152306
કડી341310408
મહેસાણા423447378
વિજાપુર173539281
કુલ172321922172
અન્ય સમાચારો પણ છે...