મારામારી:બુટાપાલડીમાં લાકડાનો વેર ઉડવા બાબતે મારામારી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 શખ્સોએ આધેડને મારમારતાં ફરિયાદ

મહેસાણા તાલુકાના બુટાપાલડીમાં ઘરમાં કલર કામ ચાલતુ હોવાથી પાવડા અને કોદાળીના હાથાનું મશીન ઉપર કામ ચાલતુ હોવાથી લાકડાનો વેર ઉડતો હોવાથી મશીન બંધ કરવાનું કહેતા 3 શખ્સોએ આધેડને માર માર્યો હતો.

બુટાપાલડીના હસમુખભાઈ ગણપતભાઈ સુથાર(58) ના ઘરમાં કલર કામ ચાલતુ હતુ તે સમયે પાડોશમાં રહેતા જશુભાઈ સુથાર પાવડા અને કોદાળીના હાથા મશીન ઉપર ઉતારતા હોવાથી લાકડાનો વેર ઉડીને કલર ઉપર ચોટતો હતો. તેથી હસમુખભાઈએ જશુભાઈને થોડીવાર માટે મશીન બંધ કરવાનું કહેતા તેઓ અપશબ્દો બોલવા લાગ્યા હતા.

આ સમયે જશુભાઈનુ ઉપરાણુ લઈને તેમનો દીકરો કૌશિક અને પિતરાઈ ભાઈ ભઈલાલ હાથમાં ધોકો લઈને આવી હસમુખભાઈને માર્યો હતો. તેથી હસમુખભાઈને સિવિલમાં સારવાર કરાવવી પડી હતી. તેમની ફરિયાદના આધારે મહેસાણા તાલુકા પોલીસે જશુભાઈ મણીલાલ સુથાર, તેમનો પુત્ર કૌશિક અને ભઈલાલ સોમાભાઈ સુથાર સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...