બે યુવકો બાખડ્યા:મહેસાણાના છઠીયારા ગામમાં મસાલાના ચૂનાના છાંટા ઉડતા માથાકૂટ, બે યુવકો વચ્ચે મારામારી

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો, એક સામે ફરિયાદ

મહેસાણા તાલુકામાં આવેલા છઠીયારડા ગામમાં ક્રિકેટ રમતા યુવાનો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થતા એક યુવકને માર મારતા ઇજા પામ્યો હતો. હુમલો શખ્સે યુવકે ઘાયલ યુવકને જાનથી મારી નાખવાની પણ ધમકીઓ પણ આપી હતી. ઇજા પામેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી યુવકે હુમલો કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

છઠીયારડા ગામમાં રહેતો પરમાર જીગ્નેશ પોતાના મિત્રો સાથે ગામમાં આવેલા આંબલીવાળા આંટામાં ક્રિકેટ રમવા ગયા હતો. જીગ્નેશ મસાલો ખાવા માટે ચુનાનું પાઉચ તોડતા ચૂનાના છાટા બાજુમાં ઉભેલા કિરણ પરમાર પર ઉડતા તેણે ગાળાગાળી કરી હતી. બાદમાં ફરિયાદી યુવક જીગ્નેશને ગરડાપટુંનો માર માર્યો હતો. હુમલામાં ફરિયાદીને મોઢાના ભાગે ઇજા થતાં લોહીલુહાણ બન્યો હતો.

આસપાસ ઉભેલા લોકો વચ્ચે પડતા હુમલો કરનાર શખ્સ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. ઇજા પામેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો તેમજ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં હુમલો કરનાર પરમાર કિરણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...