તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝઘડો:વડનગરમાં મહિલાની છેડતી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી, ત્રણ ઘાયલ, સામ સામે ફરિયાદ નોંધાઇ

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઠપકો આપવા ગયા એ દરમિયાન મારામારી થઈ
 • વડનગર પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાઈ

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં મહિલાની છેડતી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી સર્જાઈ હતી. ત્યાર બાદ ઝઘડામાં બને પક્ષોમાંથી ઘાયલ થયેલા વ્યક્તિઓને સારવાર અર્થે ખસેડાયા હતા તેમજ વડનગર પોલીસ મથકમાં સામ સામે હુમલાની ફરીયાદ નોંધાવી હતી.

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના મલેકપુર ગામે મહિલા પોતાના ઘર પાસે આવેલા વાડામાં ભેંસોને બાંધી રહી હતી એ દરમિયામ તેમના જ ગામનો ઠાકોર નવરંગ જયંતિ નામનો ઈસમ મહિલાને એકલી જોઈ તેની છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો જેથી મહિલા એ બુમાબુમ કરતા મહિલાને આજે તો તું બચી ગઈ કાલે ક્યાં જવાની છે તેવું કહી ત્યાંથી ભાગી ગયો હતો.

જેથી મહિલાએ વાડામાંથી પોતાના ઘરે આવી સમગ્ર ઘટના પોતાના પતિને જણાવી હતી. ત્યારબાદ મહિલાના પતિ, સહિત પરીવારના પાંચ જેટલા ઈસમો છેડતી કરનાર ઠાકોર નવરંગના ઘરે ઠપકો આપવા ગયા હતા. એ દરમિયાન છેડતી કરનાર યુવકના પિતા ઉશ્કેરાઈ જઇ ને ત્યાં હાજર વંદનને સામે ગાળાગાળી કર્યા બાદ બંને પક્ષના સભ્યો આમને સામને ઉશ્કેરાઈ જઇને મારામારી કરવા લાગ્યા હતા જેથી બને પક્ષના 3 જેટલા ઘાયલ થયેલા વ્યક્તિઓને વડનગર સિવિલ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. બંને પક્ષો દ્વારા મારામારીની વડનગર પોલીસ મથકમાં સામસામે ફરિયાદ દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો