તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેન્ડેટ બાબતે માથાકૂટ:બહુચરાજીમાં કોંગ્રેસના જ બે જૂથ વચ્ચે મારામારી, મામલો ગરમાતાં ધારાસભ્ય ભરતજી ઠાકોર નીકળી ગયા

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈના અને બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરના જૂથ વચ્ચે તકરાર
  • ગીતાબેન દેસાઈ અને અશોકભાઈ પટેલના મેન્ડેડ બાબતે માથાકૂટ

બહુચરાજીમાં સ્થાનિક સવરાજની ચૂંટણીમાં આજે ફોર્મ સ્વીકારવાની અંતિમ ઘડીએ મેન્ટેડ બાબતે મારમારી થઈ હતી. બેચરાજી તાલુકામાં સ્થાનિક સવરાજની ચૂંટણી માટે આજે સવારથી જ ફોર્મ ભરવા માટે ઉમેદવારો અને કાર્યકર્તાઓનો ઘસારો જોવા મળ્યો હતો. જેમાં સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈના અને બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરના જૂથ વચ્ચે તકરાર સર્જાઇ હતી.

જીલ્લા પંચાયતની બેઠક માટે થઇ બબાલ
બહુચરાજી તાલુકા પંચાયતમાં સવારથી ભારે ભીડ જોવા મળી હતી. ઉમેદવારી ફોર્મ ભરવા ઉમેદવારો તાલુકા પંચાયતમાં ઉમટી પડ્યા હતા. જેમાં બપોર પછી બહુચરાજી તાલુકા પંચાયતમાં જીલ્લા પંચાયતની બેઠક માટે કોંગ્રેસના મેન્ડેટ બાબતે બે જૂથ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.

તાલુકા પંતાયતમાં જ થઇ મારામારી
તાલુકા પંતાયતમાં જ થઇ મારામારી

મામલો વધુ ઊકળતા ભરતજી ઠાકોર ત્યાંથી નીકળી ગયા
આ અંગે બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરના જણાવ્યા અનુસાર, તેઓ જ્યારે ત્યાં હાજર હતા ત્યારે કોંગ્રેસના અન્ય 15 જેટલા કાર્યકર્તાઓ ભરતજી સામે ફોર્મના મેન્ડેટ બાબતે ઉગ્ર બોલાચાલી કરી હતી, ત્યારબાદ વધુ મામલો ઊકળતા ભરતજી ઠાકોર ત્યાંથી નીકળી ગયા હતા.

કોંગ્રેસના 15 જેટલા કાર્યકર્તાઓ ભરતજી સામે ફોર્મના મેન્ડેટ બાબતે ઉગ્ર બોલાચાલી કરી
કોંગ્રેસના 15 જેટલા કાર્યકર્તાઓ ભરતજી સામે ફોર્મના મેન્ડેટ બાબતે ઉગ્ર બોલાચાલી કરી

આ સમગ્ર ઘટના ગીતાબેન દેસાઈ અને અશોકભાઈ પટેલના મેન્ડેટ ફાડી નાખવા બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈના અને બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરના જૂથ વચ્ચે તકરાર સર્જાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો