હુમલો:પાંચોટમાં લગ્નના જમણવારને લઇ મારામારી, 2 જણાં ઘાયલ

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને પક્ષે 6 સામે મહેસાણા તાલુકા પોલીસમાં ગુનો

મહેસાણા તાલુકાના પાંચોટ ગામે મહાદેવ પરામાં બે પરિવારો વચ્ચે નજીવી બાબતે થયેલી મારામારીમાં 2 વ્યક્તિને ઇજા પહોંચી હતી. જે અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં બંને પક્ષના 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ હતી. જેમાં મહિલાને માથામાં લાકડી ફટકારતાઇ હતી.

પાંચોટના મહાદેવ પરાના વચલાવાસમાં રહેતા ઠાકોર હિતેશજી બળદેવજી રાત્રે 11 વાગે ઘરે હતા, ત્યારે ઠાકોર કેતનજી મોતીજી, મોતાજી કાનાજી અને હરેશજી જેણાજી તેમના ઘરે આવી લગ્નના જમણવાર મામલે બોલાચાલી કરી ત્રણેય શખ્સોએ હિતેશજીને બેટ અને ગડદાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. જે અંગે હિતેશજીએ ત્રણે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. સામે પક્ષે નોંધાયેલી ફરિયાદ મુજબ, ચંદ્રિકાબેન મોતીજી ઠાકોર રાત્રે ઘરે હતાં, ત્યારે ઠાકોર અરવિંદજી મગનજી, હિતેશજી બળદેવજી અને લાલાજી બળદેવજી લગ્ન મામલે બોલાચાલી કરી લાકડી ફટકારી ઇજા કરી હતી. ચંદ્રિકાબેનને મહેસાણા સિવિલમાં સારવાર અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...